ગાંધીનગર
દરેક મહાનગરપાલિકામાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા કરોડો નહીં અબજોની ગ્રાન્ટો આવે છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તમામ ફાટકો નેસી નાબૂદ કરવા દરેક જગ્યાએ અંડરપાસનું આયોજન કરેલ છે, ત્યારે મંજૂરી મળી ગયા બાદ કામ શરૂ થઈ જાય અને અડધી દાઢી મૂકીને કોન્ટ્રાક્ટર બીજો કોન્ટ્રાક્ટ મળે એટલે જ ત્યાં જતો રહે, હેરાન તો પ્રજાને થવાનું ને, ત્યારે જીજે ૧૮ શહેરમાં ફાસ્ટ વિકાસ અને આખો વળગે તેવો વિકાસ હોય તો વાવોલનો કહી શકાય. ત્યારે હોટલ લીલાની બાજુમાં બનેલો અંડરપાસ એટલે ટન ટના ટન ટન છે, ત્યારે આ બ્રિજમાં જો પાણી ભરાઈ જાય કોઈ કારણસર રસ્તો બંધ થાય તો વાવોલ વાસીઓને પેટ્રોલના ધુમાડા નીકળી જાય, ત્યારે હાલ વાવોલનું કામ મંથન ગતિએ ચાલતા ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલે ઉઘડો તંત્રનો લીધો છે, વધુમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અબજોની ગ્રાન્ટો ફાળવે છે, ત્યારે કામ સમય બંધ પૂર્ણ થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી પણ કહી રહ્યા છે, કે દરેક પદાધિકારી હોદેદાર, નગરસેવક જેમણે કામો સૂચવ્યા હોય તેની ચકાસણી કરે, કામમાં ઢીલાસ નહીં ચલાવી લેવાની, કામ સારું ના હોય તો તંત્રને ખખડાવો, અને ફરિયાદ કરો, પ્રજાના નાણા વિકાસમાં વપરાય તો જવાબદારી તમામની છે, ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ પોતે રેલવેના ટ્રેક અને જે અંડરપાસનું કામ ચાલી રહ્યું છે, તે કામની ચકાસણી કરી હતી. કહેવત છે કે કામમાં ઢીલાશ જ હોય તો છાપરે ચડીને પોકારે, ત્યારે હાલ તો કામ જે સમયમાં પૂર્ણ થવાનું હતું, તેમાં બ્રેક લાગતા ડેપ્યુટી મેયર એક્સીલેટર ફાસ્ટ આપવા હવે છાપરે ચડ્યા છે,
દરેક હોદ્દેદાર, નગરસેવક, તંત્રની જવાબદારી છે, જેમણે સૂચવેલા કામો હોય અને કામો ન યોગ્ય થતા હોય તો તંત્રની પીપૂડી વગાડો, અને ના સાંભળે તો સરકારમાં પીપુડો વગાડો ને તંત્રના બહેરા કાનને સંભળાય તે કેવી રીતે વગાડવું તે સરકારને આવડે છે,
ડેપ્યુટી મેયર કામની ચકાસણી કરવા છાપરે ચડયા છે, ત્યારે કોન્ટ્રાક્ટરો પાટલે બેસીને નાહી રહ્યા છે, તેમને જોરકા ઝટકા ધીરે સે લગે તેમ હવે બાપુ બમં બમં બમં બોલાવશે,
