GJ-18 મનપાના ચેરમેન નગર સેવકે બગીચાઓની ચકાસણી કરી, સવારથી સે-૧૯, ૧૬, ૧૨, ૧૩ ની મુલાકાત
ગાંધીનગર
GJ-18 ખાતે હવે બગીચા છે જે જગ્યાએ તે બગીચાઓ બનાવ્યા પણ સેક્ટર ૨૮ નો હાર્દસમો બગીચો જે કરોડો ખર્ચ કરવામાં આવ્યો તે વિવાદમાં ઘેરાયો છે, ત્યારે ચેરમેન (બાગાયત) સોનાલીબેન પટેલ તથા નગરસેવક પ્રેમ લત્તાબેન મહેરીયા બંને સવારથી તમામ બગીચાઓની મુલાકાત લીધી હતી, બગીચાની મુલાકાતમાં સેક્ટર ૧૯,૧૬, ૧૨, ૧૩ની મુલાકાત બાદ જે લોકો અહીંયા સવારે વોકિંગ કરવા આવે છે તેમને કોઈ સમસ્યા હોય તો જણાવવા અને તમામ માહિતી એકઠી કરી હતી.. વધુમાં, સેક્ટર-૨૮નો ગાર્ડનમાં જે કરોડો ખર્ચ કર્યો, તેના ૧૦% રકમ મહાનગરપાલિકાની તિજોરીમાં આવી છે ખરી? જે દુકાનો ભાડે આપી હતી, તેના ભાડા ભરાયા છે ખરા? મોટાભાગની દુકાનો બંધ હાલતમાં અને જે ચાલુ છે તે ભાડા બાકી કેટલા છે, તે તપાસ કરાવો બાકી મનપા અહીંયા હાથ નહીં નાખે, ત્યારે લારી ગલ્લા ચીપ ટાઈપના દુકાનોના ભાડા ઉઘરાણા કરીને તિજોરી ભરી અને ફાંકા ફોજદારી મારી તો અહીંયા ટેક્સ ખાતું ઉઘરાણી કરે બાકી મહાનગરપાલિકાને ટોપી માથે આવવાની જ છે..
ચેરમેન પોતે બગીચા સારા વિકસાવવા સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે અગાઉ ચિતરાઈ ગયેલા અને દુકાનો, લોકોને ભાડે આપ્યા બાદ ભાડા પણ નથી ભર્યા તો, મનપા ત્વરિત એક્શન લે તે જરૂરી છે, બાકી જેમ રકમ વધશે તેમ સામે દુકાન ચલાવનાર લૂમ પણ ભરવાનો નથી, જેથી સત્વરે જાગે અને જે નવા ચલાવવા માંગતા હોય તેમના ટેન્ડર કાઢે,