ટ્રાફિક શાખા દ્વારા અકસ્માતો અટકે જેથી વારંવાર રોડ પાસે કટ આઆપતાં ત્યાં બેરીકેટ હટાવી દેતા હવે આરસીસી સિમેન્ટના બ્લોક કર્યા ફીટ
ગાંધીનગર
“ધ-રોડ અને “ચ-રોડ ઉપર કટ આવેલા છે, ત્યારે ખાસ ‘ચ’-રોડ ઉપર સવારે ટ્રાફિક વધારે નોકરીયાતો ના કારણે રહેતો હોય છે, ત્યારે ઘણીવાર ઉતાવળિયાઓ વહેલા નીકળી જવાની લહાયમાં ને લહાયમાં પોતે શોર્ટકટ અપનાવે છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અનેકવાર જે સેક્ટરમાં કટ આવે છે, ત્યાં બેરીકેટ મૂકી દીધા, ત્યારે સેક્ટર ૭, ૮ નો રસ્તો માથાનો દુખાવો બની ગયો હતો. બેરીકેટ લગાવ્યા બાદ તાર પણ લગાવ્યા તે તોડી નાખ્યા તો હવે માર્ગ મકાન દ્વારા આરસીસી સિમેન્ટના મોટા બ્લોક લગાવી દેતા હવે આ ચેનચાળા અટકશે, પોલીસ દ્વારા અગાઉ ત્રણ વખત પ્લાસ્ટિકના બેરીકેટ તાર બાંધીને મૂક્યા છતાં તાર તોડીને ખોલી નાખ્યા ત્યારે હવે માર્ગ અને મકાન વિભાગ એ આરસીસી સિમેન્ટના બ્લોક મુકતા હવે હટશે નહીં ખસશે પણ નહીં આવો બેટમજી..
ટ્રાફિક શાખા જે કટ આવે છે ત્યાં વારંવાર બેરીકેટ મૂકવા છતાં વાહન ચાલકો ન સુધરતા હવે મજબૂતી એવી ઠસો ઠસ સિમેન્ટના નાખી દેતા વાહન ચાલકો માટે હટાવવા મુશ્કેલ બનશે