દેશમાં કોઈપણ સમસ્યા, દાદાગીરી નેતા કરતાં દેખાય એટલે પ્રજામાં ઈમેજ નેતાની ખરાબ પડે ત્યારે હમણાં સૂરતના ધારાસભ્ય અને હાલ રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીના પુત્રની વિડીયો ક્લિપ જે પોલીસ દબડાવતી હતી તે વાયરલ થઈ હતી ત્યારે મંત્રીના પુત્ર વ્યવસ્થિત અને આદરભાવ સાથે જવાબ આપ્યો હતો ત્યારે પોલીસ લેડી કોન્સ્ટેબલ મંત્રીને પણ કાંઈ ગાંઠતી ન હોય તેમ નિયમો શીખવાડતી હતી. ત્યારે મંત્રીએ પોતે ફોનમાં જણાવતા હતાં કે મારા પુત્રનો વાંક, ગુનો હોય તો જે કાયદાના નિયમોમાં આવતું હોય તે કરો પણ આ મહિલા કોન્સ્ટેબલ અટકી ન હતી. ત્યારે અમદાવાદના અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમારને ટ્રાફિક પોલીસની અનેક ફરિયાદો મળી હતી પણ સૂચના એકવાર આપી હતી અને ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી હતી તો પણ જાડી ચામડીના અમુક પોલીસકર્મીઓ ગાંઠતા ન હોય તેવા અનેક કિસ્સા સાંભળવા મળતા હોય છે ત્યારે અસારવારની પ્રજાએ જે નગરસેવકો અગાઉ ચુંટ્યા હતાં તેમને રજૂઆત કરી પણ તંત્ર દ્વારા ન સાંભળતા આખરે આ ગોલ પ્રદિપ પરમાર પાસે આવ્યો હતો અને પોતે રૂબરૂ આની ચકાસણી કરી અને રંગેહાથ એસીબી લાંચ લેતા તત્વોને પકડે છે તેમ અસારવા વિસ્તારનો રહીશ યુવાન પોતે હાથમાં પટ્ટી બાંધેલી છે અને દવા લેવા દુકાનમાં જાય છે અને તરત પોલીસ તેનું વાહન ટોઈંગ કરી લે તે ધારાસભ્ય એ જોતા તુરંત જ ગાડીમાંથી ઉતરીને પોતે પ્રજાની વ્હારે આવ્યા હતાં પોલીસ સામાન્ય પ્રજાજનોનું સાંભળતી નથી ત્યારે ધારાસભ્ય પ્રદિપ પરમાર પ્રજાના પ્રશ્ને દબંગગીરી જે કરી તે પ્રજામાં આવકારદાયક બની છે પ્રજાને ટ્રાફિક પોલીસનો ડર હતો તે સાચું હોય તો ડર રાખવાની જરુર નથી. અસારવના ધારાસભ્ય પ્રદિપ પરમારનો પ્રજાના પ્રશ્ને ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હા આ ધારાસભ્ય પોતાના દીકરા કે સગા સંબંધી માટે પોલીસ જોડે જીભાજોડી નહોતા કરતાં પ્રજાના સેવક તરીકે તેમણે જે દબંગગીરી કરી તે પ્રજામાં પોલીસનો હાઉ હતો તેને ડાઉન કરી દીધો છે ત્યારે ટ્રાફિક પોલીસના પ્રશ્ને અસારવાના રહીશોના અનેક ફોન આવ્યા હતાં અને જે કાર્યવાહી કરી તે બદલ ધારાસભ્યની કામગીરીને બિરદાવી હતી ત્યારે આ એએસઆઈની બદલી હાલ ડફનાળા ખાતે થઈ ગઈ છે ત્યારે પ્રદિપ પરમારને ટ્રાફિક પોલીસથી લઈને અનેક ફરીયાદો બીજી ફોનથી મળતાં ફોનની બેટરી પણ ડાઉન થઈ ગઈ હતી.