રાજ્ય માં GTU ધ્વારા લેવાયેલી બિઈસેમેસ્ટર – ૭ ની પરીક્ષા પૂર્ણ થયા ને દોઢ મહિનાથી વધારે સમય વ્યથીત થયા છતાં તેનું પરીણામ ન મળતા વિદ્યાર્થીયો માં ચર્ચાનો વિષય બન્યો છે . દરમિયાન ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. સંલગ્ન સરકારી અને ખાનગી કોલેજોના 70 જેટલા અઘ્યાપકોએ વિદ્યાર્થીઓના પેપરોની તપાસણીમાં સહયોગ નહી આપતા 5000 પેપરો તપાસવાના હજુ બાકી હોય વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં વિલંબ થઇ રહ્યો છે. પેપર તપાસણીમાં સહયોગ નહી આપનારા અઘ્યાપકોને ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. દ્વારા નોટીસ ફટકારી ખુલાસા પુછવામાં આવેલ છે. આ અઘ્યાપકોની કોલેજો પર નોટીસ રવાના કરાયાનું સૂત્રોએ જણાવ્યુ: હતું.
અહીં એ ઉલ્લેખનીય છે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. દ્વારા લેવાયેલ આ બીઇ સેમ-7ની પરીક્ષા રાજયભરમાંથી 1.31 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. પરંતુ 70 અઘ્યાપકોએ પેપરોની તપાસણીમાં સહયોગ નહીં આપતા હજુ સમયસર પરિણામ જાહેર થઇ શકેલ નથી.