અમદાવાદ
ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. અમદાવાદના ચાંગોદર પાસે દેવાયત ખવડની ગાડી પર હુમલો થવાની ઘટના બની છે. જોકે, હુમલો થયો તે સમયે દેવાયત ખવડ ગાડીમાં હાજર ન હતા. આ મુદ્દે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો. ત્યારે આ અંગે ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
