મુંબઈ
વિકી કૌશલની છાવા મૂવી હાલ ધમાલ મચાવી રહી છે. ફિલ્મે અત્યાર સુધીમાં જબરદસ્ત 225.28 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની વીરતા અને ત્યાગ, બલિદાનની કહાની વર્ણવામાં આવી છે.
ઔરંગઝેબ કેટલો નિર્દયી હતો અને હિન્દુઓ પર તેના અત્યાચારોને રૂપેરી પડદે જોઈને લોકોના અત્યારે કાળજા ચીરાઈ જાય છે અને ફિલ્મ જોઈને આવનારા લોકો ધ્રુસકેને ધ્રુસકે રડી પડે છે. પરંતુ આજે અમે તમને એ જણાવીશું કે આ મુઘલ યુગનો ભારતમાં અંત ક્યારે થયો અને તેમના વંશજોએ કઈ રીતે જીવન પસાર કર્યું. ઈતિહાસના પુસ્તકોમાં મુઘલ શાસનના જે છેલ્લા બાદશાહ નોંધાયા છે તે છે બાદશાહ બહાદુરશાહ ઝફર. તેમના 20 પુત્રો હતા.
બહાદુર શાહના બે પુત્ર મિરઝા જવાન બખ્ત અને મિરઝા શાહ અબ્બાસ જેમની તસવીરો (જે તમે બ્લેક એન્ડ વ્હાઈટમાં જોઈ હશે) સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતી રહે છે. તેમના વિશે એવું કહેવાય છે કે બહાદુરશાહના આ બંને પુત્રોએ મુઘલ સામ્રાજ્યનું પતન નજરો નજર જોયું હતું.
