માનવમિત્ર | રાજકોટ
રાજકોટમાં માનવતાને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. જેમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનાં નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો અચાનક ફરાર થઈ જતા વરરાજાઓ અને કન્યાઓ તેમજ જાનૈયા ૨ઝળી પડયા હોવાનો આક્ષેપ લાગ્યા છે. અનેક પરિવારો લીલા તોરણ સાથે જાન પરત લઈ જવી પડે તેવી સ્થિતિ સર્જાતા પોલીસ દોડી ગઈ હતી. આ અંગેની જાલ થતાં પોલીસની ટીમો દોડી આવી હતી. અને ડીસીપી દ્વારા સૌપ્રથમ આ તમામ લગ્નો સંપન્ન કરાવવા માટેની તૈયારી દર્શાવવામાં આવી છે. જોકે હાલ માત્ર ૩-૪ પરિવારો હાજર હોવાથી બાકીનાને બોલાવવા અને બપોર સુધીમાં જેટલા પરિવાર આવે તેના લગ્નો પોલીસ દ્વારા સંપન્ન કરાવવામાં આવશે. પ્રામ વિગત મુજબ રાજકોટનાં માધાપર ચોકડી નજીક આવેલી ADB હોટલ સામે આવેલા ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજનાં નામે ૨૮ સર્વજ્ઞાતિય દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે બધા પરિવારો પાસેથી રૂ. ૧પથી ૪૦,૦૦૦ ઉઘરાવી લેવામાં આવ્યા હતા જોકે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો આવ્યા તો કોઈપણ આયોજકો હાજર હતા નહીં. જેના કારણે આ અંગે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં હાલ પોલીસ દોડી આવી છે. અને સૌપ્રથમ જે લોકોના લગ્ન અટકયા હોય તે લગ્નો પૂર્ણ કરાવવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.



