માનવમિત્ર | ગાંધીનગર
GJ-18 એટલે શિયાળો પૂર્ણ થવાની તૈયારી થાય અને શહેર માટે વસંતોત્સવની તૈયારી શરુ, ત્યારે ૨૧ ફેબ્રુઆરીના રોજ વસંતોત્સવ ની તૈયારી ના ભાગરૂપે આજે શરૂ થઈ ગયું છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જેઓ પાસે અનેક ડિપાર્ટમેન્ટ હોવા છતાં બધે જ ડ્રાઈવિંગ કરી શકે છે, પછી ગૃહ વિભાગ હોય કે એસ.ટી, રમતગમત હોય પણ સબ બંદર કા ખેલાડી જેવું કામ છે, હમણાં ગૃહમંત્રીએ પીડિત મહિલાને ૧૩૦ દિવસમાં ન્યાય અપાવ્યો, અગાઉ સુરતના એક કિસ્સામાં પણ ગણતરીના દિવસોમાં ન્યાય અપાવ્યો, મહાકુંભ પ્રયાગરાજ સુધી ગુજરાત થી એસટી દોડાવનાર ગૃહમંત્રી,
મુખ્યમંત્રીનો સરાહનીય પ્રયાસ કહેવાય, સ્પોર્ટ્સ હોસ્ટેલ થી લઈને રમતવીરો માટે અનેક યોજનાઓ આવી રહી છે, ત્યારે ગૃહમંત્રી જીજે ૧૮ ના પ્રભારી પણ છે, ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, (ફોરેસ્ટ) પણ પધાર્યા હતા, મામા, ભત્રીજાને ફોઈ એવા મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, પણ વસંતોત્સવના કાર્યક્રમનું આજરોજ ઉદ્ઘાટન કરીને ખુલ્લું મૂક્યું હતું, રાજ્યમાં બે દાયકાથી GJ-18 ખાતે ચાલતું વસંતોત્સવ ૧૦ દિવસ ચાલવાનું છે, ત્યારે જોવા જઈએ તો શનિ-રવિના રજૂના દિવસોમાં ભરચક હોય છે. બાકી નગરવાસીઓની ભીડ હવે આજથી શરૂ થશે,
૧૩૦ દિવસમાં ફાસ્ટ ન્યાય અપાવનારા ગૃહમંત્રી પોલીસનો સરાહનીય પ્રયાસ કહેવાય, અગાઉ સુરતના ગ્રીસ્મા કેસમાં પણ ન્યાય ઝડપી મળ્યો હતો, વરઘોડાવાળા મંત્રી તરીકેની છાપ ઊભી થઈ પણ શહેરોમાં ઘણી શાંતિ થઈ ગઈ છે, સાથે ફોરેસ્ટ મંત્રી મુળુભાઈ બેરા, મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા,



