દેશમાં વિધાનસભાની ચૂંટણી એવી પશ્ચિમ બંગાળમાં ધમાસણા પામ્યું છે ત્યારે તમિલનાડુમાં પણ અભિનેતા કમલ હાસને દીદી મધ્યમ પાર્ટીના સ્થાપક અને ફિલ્મ અભિનેતા કમલ હાસન તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં કોઈમ્બતુર (Coimbatore) દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. આ પહેલા કમલ હાસને તમિલનાડુની ચૂંટણી માટે તેમની પાર્ટીના 70 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કમલ હાસન ની પાર્ટીએ તમિળનાડુની 234 વિધાનસભા બેઠકોમાંથી 154 બેઠક લડવાની જાહેરાત કરી છે.
એમએનએમ પાર્ટીએ પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત એપીજે અબ્દુલ કલામના પૂર્વ સહાયકને પણ ટિકિટ આપી છે.
મક્કલ નિધિ મય્યમ અભિનેતા આર સરથ કુમારની આગેવાનીવાળી પાર્ટી એઆઈએસએમકે અને લોકસભાના સભ્ય પરિવન્દરની આઈજેકે (IJK) સાથે મળીને ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ વૈજ્ઞાનિક અબ્દુલ કલામના ભૂતપૂર્વ સાથીદાર વી.પોનરાજને ચેન્નાઇની અન્નનગર બેઠક પરથી ટિકિટ આપી છે જ્યારે પૂર્વ આઈએએસ સંતોષ બાબુને વિલીવાક્કમ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ફિલ્મ અભિનેતા કમલ હાસને DMKના વડા પર નિશાન સાધ્યું હતું, અભિનેતાએ કહ્યું કે, તે દરેક એવી વ્યક્તિની ટીકા કરશે જે લોકોના દુશ્મન છે. સાથે સાથે ડીએમકેના વડા એમ.કે.સ્ટાલિન પર નિશાન સાધતા કહ્યું કે, જો હું નક્કી કરું કે કોઈ વ્યક્તિ લોકોનો દુશ્મન છે તો મારે તેમની ટીકા કરવી પડશે. તો બીજી તરફ તેમણે સત્તારૂઢ એઆઈએડીએમકેવિરુદ્ધ નરમ વલણ અપનાવના આક્ષેપોને પણ નકારી દીધા હતા અને કહ્યું હતું કે બંને દ્રવિડ પક્ષોને સત્તામાંથી દૂર કરવા જોઈએ.