અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ૧.૩૨ લાખની વિક્રમજનક ભીડ ભેગી કરીને સ્ટેડિયમ આખેઆખું ભરવાના આયોજનો દ્વારા જે તૈયારીઓ આરંભી છે, તે ફેઈલ જાય તેવી શક્યતા જોવાઇ રહી છે. ત્યારે અત્યારે હાલ 50% ટિકિટોનું વેચાણ થયું છે કોરોનાની સ્થિતિ અન્ય રાજ્યોની બદલે ગુજરાતમાં હવે સ્પીડ પકડી છે. ત્યારે સ્ટેડિયમમાં કુલ ક્ષમતાના ૫૦ ટકા દર્શકોને જ બેસાડાશે તેવી જાહેરાત ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સત્તાવાર કરાઈ હતી. જો કોરોનાને કારણે સ્ટેડિયમ 50% ભરવાનું હતું તો ૧૦૦ ટકા એટલે કે ૧.૩૨ લાખ ટિકિટ વેચવા શા માટે આવી રહી છે? ત્યારે માંડ ૫૦ ટકા ટિકિટ વહેંચતા સ્ટેડિયમ ભરવાની અને રેકોર્ડ બ્રેક કરવાની વાત હતી તે હવે પૂર્ણ થઇ શકે તેમ નથી.
૧.32 લાખમાંથી ૭૦ હજાર ટિકિટો વહેંચાઈ છે. કોરોના ‘‘હાઉ’’ હવે દર્શકોને ડરાવી રહ્યો છે