Breking News : ગુજરાત જાહેર સેવા આયોગ આગાઉ જાહેર કરેલી બે પરીક્ષાઓ રદ કરી છે
ગાંધીનગર
ગુજરાત જાહેર સેવા આયોગ એટલે ગુજરાત સરકારની વિવિધ રાજ્ય સેવા માટે અધિકારીઓની પસંદગી કરનારું તંત્ર. કલ્યાણ રાજ્યની વિભાવના અને સમાજવાદી વિચારસરણીની સરકારો દ્વારા થતા અમલને પરિણામે વહીવટી માળખામાં ધરખમ વધારો થાય છે. વહીવટ માટે કાર્યક્ષમ અને નિષ્ઠાવાન અધિકારીઓની જરૂરિયાત રહે છે.અને આવા વિભાગમાં કામ મેળવવા માટે ડીગ્રી પ્રાપ્ત વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા પરિણામ મેળવવા ખુબ મહેનત કરીને પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે અને હવે ગુજરાત જાહેર સેવા આયોગ અગાઉ જાહેર કરેલ બે પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. જેમાં બને પરીક્ષાઓમાં વિધાર્થીઓની મહેનત નું આવું પરિણામ મળ્યું જેનાથી વિધાર્થીઓની આશા તૂટી ગઈ અને હવે આગામી જાહેરાત ટૂંક જ સમય માં કરી શકે તેમ છે. હવે વિદ્યાર્થીઓને આમતો વધુ મહેનત કરવાનો વધુ એક મોકો મળ્યો છે. હવે તે જોવું રહ્યું છે કે આગામી તારીખ કઈ સામે આવે છે.