આમ આદમી પાર્ટીની 27 સીટો સાથે સુરત મહાનગરપાલિકામાં બીજો નંબર વિરોધપક્ષ તરીકે ઉભરી આવી છે ત્યારે આપ ધ્વારા દૂધનો વેપાર કરતાં માલધારીની રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે તેમાં આપ ધ્વારા ટ્રાફિકના નિયમોનો ઠરાવો લઇને માલધારી સમાજના લોકો ગાડી પર દૂધ નહીં પહોંચી શકે તે સંદર્ભ ઠરાવ લાવતા ઉહાફો થયો છે. અને શોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનતા તારીખ 16/૦3/2021 ના રોજ બપોરે સુરત કલેકટરને બહુજન સમાજ પાર્ટીના નેતા હેઠળ આવેદનપત્ર પાઠવીને આ ઠરાવ પાછો લેવા માટે રજૂઆત કરવાનું પણ સૂચવ્યું હોવાનું બહુજન સમાજ પાર્ટીના સુરત શહેરના મહામંત્રી રમેશભાઈ મકવાણાએ જણાવ્યું છે. આપ દ્વારા D C P ને ફરિયાદ કરતા રોડ રસ્તા પર દૂધનો કેન લઈને જતાં વાહનોને રોકીને ગુનો દાખલ કરવાની તજવીજથી હાલ ઉહાપો શરૂ થઈ ગયો છે.