કોરોના ના કેસો ઘટ્યા બાદ ઉથલો માર્યો છે ત્યારે કોરોના ના દર્દીઓમાં નવા રોગો પણ જોવા મળી રહ્યા છે ત્યારે ડોક્ટરો પણ કોરોના ના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. એક્સપર્ટના અનુસાર એ વાતના સંકેત મળી રહ્યા છે કે દેશમાં કોરોના વાયરસની એક અન્ય લહેર દસ્તક દઈ રહી છે. આ સાથે ડોક્ટર્સે પણ કોરોનાના નવા લક્ષણોને લઈને પણ ચિંતા દેખાડી છે. કોરોનાના દર્દીઓને ખાસ કરીને સામાન્ય સંજોગોમાં તાવ કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે પણ મુંબઈમાં ડોક્ટર્સે એવા દર્દીઓ જોયા છે જેમને આંતરડામાં બ્લોકેજની તકલીફ, પેટ દર્દ, ડાયરિયાની ફરિયાદ રહી છે.
મળતી માહિતી અનુસાર હાલમાં એવા 4 દર્દીઓ જોવા મળ્યા જેમને ખાવા પીવાની તકલીફને લઈને ડોક્ટરને ફરિયાદ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે તમામના આંતરડામાં બ્લોકેજ છે. ડોક્ટર્સે કહ્યું કે દર્દીઓ પેટની ફરિયાદ પણ કરે છે જેમાં પેટમાં દુઃખાવો થવો, ડાયરિયા થવા, આંતરડામાં તકલીફ પણ જોવા મળે છે. બદલાઈ રહ્યું છે કોરોનાનું રૂપ મળતી માહિતી અનુસાર તેમાં કોઈ બેમત નથી કે કોરોનાનું રૂપ બદલાઈ રહ્યું છે. વર્ષ 2020ની સરખામણીએ આ વાયરસ હવે વધુ ખતરનાક બન્યો છે. ગંભીર દર્દીઓમાં કિડની પર પણ તેની અસર ડોવા મળી રહી છે. કેટલાક દર્દીઓ જલ્દી સાજા થઈ રહ્યા છે તો કેટલાકને વાર લાગે છે.
ભારતમાં કોરોનાના કેસની સંખ્યા ફરી વધી રહી છે. ગઈકાલે દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 27,512 કેસ નોંધાયા છે. તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી 157ના મૃત્યુ થતાં દેશમાં કોરોનાથી કુલ 1.58 લાખ લોકોના મૃત્યુ નોંઘાયા છે. મહારાષ્ટ્ર, યુપી, ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં એક દિવસમાં 715 કોરોનાના કેસ નોંધાયા છે તો યુપીમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના કેટલાક ક્ષેત્રમાં લોકડાઉન-નાઇટ કર્ફ્યૂ લાગૂ કરાયો છે. સુરતમાં નવા સ્ટ્રેનના 3 દર્દીઓ નોંધાતા ખળભળાટ, મનપા કમિશનરે નાગરિકોને કરી આવી અપીલ ભારતીય અર્થવ્યવસ્થા માટે આવ્યાં સારા સમાચાર, 2021-22 માં આટલા વિકાસ દરથી દોડશે ઈકોનોમીની ગાડી પાન કાર્ડને લઈને નિયમોમાં થયો આ ફેરફાર, 31 માર્ચ પહેલા આટલું કરી લેજો