ભાજપના આ નેતાઓએ ક્યારેય પગાર, ભથ્થા લીધા નથી, સરકારી વાહનનો ઉપયોગ કર્યો નથી, ઓળખો, વાંચો વિગતવાર

Spread the love

 

 

ગાંધીનગર

ગુજરાત રાજયમાં ભાજપ આજે ૨૫ વર્ષથી એક હથ્થુ શાસન કરી રહી છે, ત્યારે વિકાસના કામો અને આંખે વળગે તેઓ વિકાસ દેખાય છે, ત્યારે પક્ષ પાર્ટીમાં હર હંમેશા પરસેવો જો પાડ્યો હોય તો નાનો કાર્યકર કહી શકાય, ત્યારે ભાજપના બે પૂર્વ ધારાસભ્ય અને એક પૂર્વ ડેપ્યુટી મેયર જેઓએ પગાર ભથ્થા લીધા નથી, અને સરકારી વાહનનો ઉપયોગ પણ કર્યો નથી, ત્યારે પ્રથમ પૂર્વ ધારાસભ્ય જૂનાગઢના એવા મહેન્દ્રભાઈ મશરૂ કહી શકાય, આ ધારાસભ્ય દ્વારા ક્યારેય પગાર, ભથ્થા લીધા નથી, અને પોતે જુનાગઢ થી એસટી બસમાં વિધાનસભા આવતા હતા, સચિવાલય કામ હોય એટલે રાત્રે જુનાગઢથી બસમાં બેસી જાય અને સવારે બસ સ્ટેન્ડ ઉતરીને પાસે ચાની ચૂસકી મારીને રીક્ષા કરીને સચિવાલય જાય, ત્યારે જુનાગઢ મતવિસ્તારમાંથી કોઈને કામ હોય તો પોતે પોતાની સાથે એસટીમાં લઈને આવે, બાકી હા, નરેન્દ્ર મોદી જે આપણા હાલ પીએમ છે, તે સીએમ હતા, ત્યારે અનેક ધારાસભ્યો બહાર વેટિંગમાં બેઠા હોય, કોઈ બોલાવે નહીં ત્યાં સુધી અંદર ના જાય, પણ આ ભાથી દરવાજો ખોલીને જતા રહે અને ઊભા રહી જાય, પણ પીએમ ક્યારે તેમની ઉપર ગુસ્સે થયા નથી, હા હસીને કહે બોલો સાહેબ શુભ સેવા કરું, ત્યારે પોતાની વિગત અને રજૂઆત કરીને છેલ્લે કહે કે સાહેબ મારે બસ જતી રહેશે, ત્યારે આવા ધારાસભ્ય પણ પીએમને ગમતા હતા, અગાઉ પગાર વધારો ધારાસભ્યોને કરવામાં આવ્યો, ત્યારે બધાએ પાટલી થપ થપાવી અને આ ભાથીએ આંગળી ઊંચી કરીને કહ્યું કે સાહેબ મારો સખત વિરોધ છે, અકબંધ કરો આપણે સેવક છીએ પગાર શેનો? બાકી આજે પણ તેમનો પગાર અકબંધ જમા પડ્યો છે  અને સરકારી પ્લોટ મળતો હતો તે પણ લીધો નથી અને તમે જુનાગઢ જાઓ તો સાયકલ લઈને અથવા ચાલતા તમને જોવા મળશે, બીજા નંબરે કનુભાઈ કલસરીયા જેવો ભાજપના પૂર્વ એમએલએ રહી ચૂક્યા છે, તેમણે પણ પગાર ભથ્થું કે સરકારી પ્લોટ લીધો નથી, આ પોતે ધારાસભ્ય હતા, ત્યારે નિરમા કંપની સામે પડ્યા હતા, તેમને સમજાવવા અનેક પ્રયત્નો કર્યા, પણ પોતે ખેડૂતો માટે સરકાર સામે બાથ ભીડાવી હતી, અને સુપ્રીમ કોર્ટમાંથી નિરમા કંપની વિરુદ્ધ હુકમ લાવ્યા હતા, જે જમીન પિયત વાળી હતી, તેના માટે અને ખેડૂતો માટે લડડ્યા હતા, કોમનમેન અને સાદગીભરી વ્યક્તિ કહી શકાય ત્રીજા નંબરે જીજે ૧૮ મહાનગરપાલિકામાં પૂર્વ ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂકેલા નાજાભાઈ ધાંધર જેઓ ડેપ્યુટી મૈયર પદે હતા, ત્યારે જે પગાર જમા થાય તે પગાર દર મહિને સરકારી શાળામાં ભણતી દીકરીઓ માટે ચોપડા, સ્ટેશનરી લેવા શાળાને દાન કરી દે, આ પૂર્વ ડેપ્યુટી મેયરના કારલે અનેક વિદ્યાર્થીની તેમની મદદથી ભણી છે, અને પોતે ઝાડવાઓ એવા કુદરતી વૃક્ષો વાવવામાં નંબર વન કહી શકાય, શહેરમાં અનેક વૃક્ષો વાવવા પોતે જાતે મહેનત કરી છે, સેક્ટર-૭, ૮, ૨૧ ઇન્દ્રોડા સચિવાલયની પાછળ થી લઈને અનેક વૃક્ષો વાવવામાં તેમનો રેકોર્ડ બ્રેક છે, પૂર્વ ડેપ્યુટી મેયરના પદે હતા, ત્યારે વાહન જે સરકારી મળ્યું હતું તેમાં એક દિવસ પણ ઉપયોગ કર્યો નથી, પગાર જમા થાય તો સરકારી શાળામાં આપી દેવાનો અને સમુહ લગ્નમાં પોતાનું દાન હોય બાકી જીજે ૧૮ શહેરમાં ભામાશા તરીકે ઓળખાય, સાદગી પણ એવી જે આવન જાવન કરતાં વડીલો હોય, તો કહે બેસી જાઓ, ગાડીમાં ઉતારી દઉં, બાકી આ ભામાશાની ગાડીમાં અનેક લોકો બેઠા હશે, પરિવારના સભ્યોએ જેટલો ગાડીનો ઉપયોગ નથી કર્યો, હોય તેટલો ઉપયોગ પબ્લિકે કર્યો છે, ત્યારે સ્પોર્ટ્સમાં રાષ્ટ્રપતિ ચંદક એવોર્ડ પણ મળેલો છે, પોતે ડેપ્યુટી મેયર હતા, ત્યારે ક્રિકેટ મેચ રમાઈ હતી, પણ તેમણે કોઈપણ પ્રકારની કીટ, ડ્રેસકોડ પણ પોતાના સ્વખર્ચે વસાવ્યા હતા, પોતે કહે કે પ્રજાના ટેક્સના નાણાથી હું રમવા ના જાવ, મારા સ્વખર્ચે આવીશ, ત્યારે ભાજપમાં અનેક આવા મહારથી કહો કે બાહુબલી કારણ કે આવી સેવાઓનો ત્યાગ  કરવો એટલે લાખોમાં નહીં કરોડોમાં એક વિરલા હોય ત્યારે મહેન્દ્રભાઈ મશરૂ (પૂર્વા એમએલએ), કનુભાઈ કલસરિયા, ( પૂર્વ એમએલએ), નાજાભાઈ ગાંગર (પૂર્વ ડેપ્યુટી મેયર) જેઓ વંદનીય કહી શકાય, ત્યારે ભાજપમાં આવા સેવાકીય કાર્યો કરનારા પણ છે, બીજું હમણાં જ કડીના ધારાસભ્ય સ્વ. કરસનભાઈ સોલંકી (કરસન કાકા) પોતે એસટી બસમાં કડી થી આવતા હતા અને બસમાં દરેકની ફરિયાદો સાંભળે, બાકી પગાર ભથ્થું, હોદો મળે કે ના મળે, તું કામ કરતા જા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *