હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. બપોરના સમયે હવે ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઠંડીની વિદાઈની અને તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં તાપમાન વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેકટરના જણાવ્યા અનુસાર રાજ્યમાં સામાન્ય કરતા 2થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.રાજ્યાના દરિયાકાંઠે ગરમ પવનો ફૂકાવવાની શક્યતા દર્શાવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાક બાદ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે. સમુદ્ર કિનારે ગરમ પવન ફુંકાવાની સંભાવના છે.
