રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર વલસાડના ઉમરગામમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. કોટનના અને ભંગારના ગોડાઉનમાં આગ લાગનાની ઘટના બની હતી. ઉમરગામ નગરપાલિકા અને નોટિફાઈડ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ પર ફાયર વિભાગે મોડી રાત્રે કાબુ મેળવ્યો હતો.
