ગુજરાતમાં ફરી એક વાર શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અમરેલીમાં શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. શાળાના શિક્ષક વિરુદ્ધ 2 વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શાળાના શિક્ષક વિરુદ્ધ 2 વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર 8 દિવસથી ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ કર્યો છે. આરોપી શિક્ષક મહેન્દ્ર પટેલ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનોં નોંધાયો છે. પોલીસે આરોપીની અમરેલી તાલુકામાંથી ધરપકડ કરી છે.
