છોટાઉદેપુર જિલ્લાના રંગલી ચોકડીથી પાવીજેતપુરના રસ્તાની બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. રોડની હાલત એટલી હદે ખરાબ છે કે વાહન ચાલકો એક વખત પસાર થયા બાદ ફરી ત્યાંથી પસાર થવાનો વિચાર પણ નથી કરતા. બે વર્ષ પહેલા પાવીજેતપુર નજીક ભારજ નદી પરનો બ્રિજ તૂટી પડતા તંત્રએ બોડેલીથી છોટાઉદેપુર જવા માટે રંગલી ચોકડી તરફ ડાયવર્ઝન આપ્યું હતું. ડ્રાયવર્ઝન આપ્યાને 2 વર્ષ વિત્યા છતાં રસ્તાનું કામ પૂર્ણ ન થતાં 12 કિમીનો રસ્તો અતિશય બિસ્માર અને ઠેર ઠેર ખાડાવાળો બની ગયો છે. વાહન ચાલકો અને સ્થાનિકો બિસ્માર રસ્તાથી ત્રાહીમામ થઈ ગયા છે. સ્થાનિકોને વધુ કિલોમીટર ફરીને ગામમાં જવા મજબૂર બન્યા છે.
