સુરત
ગુજરાતમાં દારુ બંધીના ખુલ્લે આમ ધજાગરા ઉઠતા હોય તેવી ઘટના અનેક વાર સામે આવતી હોય છે. ત્યારે સુરતના કામરેજ ટોલનાકા પાસેથી મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપાયો છે. SMCએ બાતમીના આધારે દરોડા પાડી દારુ ભરેલુ કન્ટેનર ઝડપી પાડ્યું છે. મહારાષ્ટ્રથી કચ્છ તરફ કન્ટેનર જઈ રહ્યું હતુ ત્યારે ઝડપાયું હતુ. કન્ટેનરને અટકાવી તપાસ કરતા દારૂનો જથ્થો ઝડપાયો હતો. 67 લાખના દારુ સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMC દ્વારા એક આરોપીની ધરપકડ કરી છે. તેમજ બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.