નર્મદા
ગુજરાતમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ફરી એક વાર નર્મદા સાગબારમાં કારમાં દારુની હેરાફેરીના નવા કીમિયાનો પર્દાફાશ થયો છે. કારની ટેલ લાઈટમાં ચોર ખાનું બનાવી દારુની બોટલોની હેરાફેરી કરતા હોવાનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રના ખાપરથી કામરેજ લઈ જવાતો દારુનો જથ્થો ઝડપાયો છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારમાંથી વિદેશી દારુનો જથ્થો જપ્ત કરાયો હતો. 2 લાખ 66 હજારના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.