રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. મહેસાણા ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. મહેસાણાના ઊંઝા હાઈવે પર આવેલી ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. વુડલ મટીરીયલ બનાવતી ફેકટરી, લાટી, બાઈક ગેરેજમાં આગ લાગી હતી. આગના કારણે ગેરેજમાં આવેલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આગમાં લાખોના માલને નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઊંઝા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જો કે મળતી માહિતી અનુસાર સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.