ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્મિથનો વનડેમાંથી સંન્યાસ.. : ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ લીધો નિર્ણય

Spread the love

 

દુબઈ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં ભારત સામેની હાર બાદ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરનાર સ્ટીવ સ્મિથે ODIમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ઓસ્ટ્રેલિયાએ બુધવારે આ જાહેરાત કરી. મંગળવારે ઓસ્ટ્રેલિયાને ભારત સામે ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્મિથ ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. તે ટેસ્ટ રમતો રહેશે અને ટી-20 ઇન્ટરનેશનલમાં તે ઘણા સમયથી ટીમની બહાર છે. ભારત સામેની હાર બાદ 35 વર્ષીય સ્મિથે તરત જ પોતાના સાથી ખેલાડીઓને કહ્યું હતું કે તેણે પોતાની છેલ્લી વનડે રમી છે. સ્મિથે ઓસ્ટ્રેલિયા માટે કુલ 169 વનડે રમી અને 5727 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેમનો સરેરાશ 43.06 અને સ્ટ્રાઇક રેટ 87.13 હતો. વનડેમાં તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ 164 રન છે. તેણે વનડેમાં 34 અડધી સદી અને 12 સદી ફટકારી છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્મિથ ફોર્મમાં નહોતો. તેણે ત્રણ ઇનિંગ્સમાં 48.50ની સરેરાશથી 97 રન બનાવ્યા. તેમની શ્રેષ્ઠ ઇનિંગ્સ 73 રન હતી. સ્મિથે કહ્યું, આ એક અદ્ભુત સફર રહી છે અને મેં તેની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. ઘણી બધી અદ્ભુત ક્ષણો અને મહાન યાદો રહી છે. બે વર્લ્ડ કપ જીતવું એ એક શાનદાર સિદ્ધિ હતી અને ઘણા અદ્ભુત સાથી ખેલાડીઓ સાથે આ સફર શેર કરી. હવે લોકો માટે 2027 વર્લ્ડ કપની તૈયારી શરૂ કરવાની એક શ્રેષ્ઠ તક છે, તેથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય લાગે છે.

સ્મિથ ટેસ્ટમાં તેની બેટિંગ માટે જાણીતો છે અને તેણે ટેસ્ટમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. સ્મિથે 116 ટેસ્ટની 206 ઇનિંગ્સમાં 56.75 ની સરેરાશથી 10,271 રન બનાવ્યા છે. તેમની શ્રેષ્ઠ ઇનિંગ્સ 239 રનની ઇનિંગ્સ રહી છે. આ સમયગાળા દરમિયાન તેણે 36 સદી અને 41 અડધી સદી ફટકારી છે. આમાં ચાર બેવડી સદીનો પણ સમાવેશ થાય છે. સ્મિથે 67 ટી-20 મેચ પણ રમી છે. આમાં તેણે 24.86 ની સરેરાશ અને 125.46 ના સ્ટ્રાઇક રેટથી 1094 રન બનાવ્યા. તેણે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પાંચ અડધી સદી પણ ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટર સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા છે. તેણે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે 1 રન બનાવીને 10 હજાર રનનો આંકડો હાંસલ કર્યો હતો. ગાલેમાં ચાલી રહેલી મેચના પ્રથમ સ્ટમ્પ સુધી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 330/2 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથ 104 અને ઉસ્માન ખ્વાજા 147 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન બનાવનાર વિશ્વનો 15મો બેટર બન્યો છે. આવું કરનાર તે ચોથો ઓસ્ટ્રેલિયન બેટર બની ગયો છે. તેના પહેલાં પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ (13378 રન), એલન બોર્ડર (11174 રન) અને સ્ટીવ વો (10927 રન) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ભારતે અમદાવાદમાં મળેલી ODI વર્લ્ડ કપ ફાઈનલની હારનો બદલો લઈ લીધો છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજીવાર ફાઈનલમાં પહોંચી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમિફાઈનલમાં ચેઝ માસ્ટર વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. તેણે 84 રનની ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.