ગાંધીનગર
ગાંધીનગરમાં આવેલી ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી પર ઉમેદવારોએ પરીક્ષાની તારીખ અને પરિણામ જાહેર કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉમેદવારોની સાથે જોડાયા હતા. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી CCE ગ્રુપ એનું પરિણામ જાહેર કરવાની જ્યારે CCE ગ્રુપ બીની પરીક્ષાની તારીખ જાહેર કરવાની માગ કરવામાં આવી છે. એક મહિના પહેલા ગ્રુપ એની પરીક્ષા લેવામા આવી હતી. આ બે માગ સાથે ઉમેદવારોએ આજે ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી પર એકત્ર થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા ઉમેદવારોને ડીટેઈન કર્યા હતા