બેવડી ઋતુના પગલે રોગચાળો વકર્યો, ઇન્ફેક્શન સહિત ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો

Spread the love

 

 

ગુજરાતમાં હાલમાં છેલ્લા 10 દિવસથી બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. તેમાં પણ ગત સપ્તાહે દિવસ દરમિયાન અમદાવાદના રહેવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાયા હતા અને સાંજ થતા જ આંશિક ઠંડક અનુભવતી હતી. જેથી ઠંડી-ગરમીની બેવડી ઋતુમાં શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો સાથે અનેક લોકો વાયરલ ઇન્ફેક્શનમાં સપડાયા છે. હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો લાગી હતી. સોલા સિવિલ હોસ્પિટલમાં ગત સપ્તાહે મોટી સંખ્યામાં વાયરલ ઇન્ફેક્શન અને ઝાડા ઉલ્ટીના કેસ નોંધાયા હતા.

ગત સાપ્તાહ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં OPDમાં 7,744 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 3,944 દર્દીઓને વિવિધ પ્રકારની સઘન સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બેવડી ઋતુમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થાય છે. તેવામાં ગત સપ્તાહે સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના 130 જેટલા કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગરમીમાં વધારો થતા મચ્છરનો ઉપદ્રવ ઘટે છે, પરંતુ બેવડી ઋતુને કારણે મચ્છરજન્ય રોગચાળાના કેસ પણ નોંધાઇ રહ્યા છે. ગત સપ્તાહે હોસ્પિટલમાં મેલેરિયાના 4 તથા ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો હતો. જ્યારે ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થતાં લોકો ઠંડા પીણાના સેવનમાં વધારો કરે છે. તેવામાં પાણીજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા વધી જાય છે. ગત સપ્તાહે ટાઈફોઈડના 10 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ઝાડા ઉલ્ટીના 84 અને વાયરલ હિપેટાઈટીસના 21 કેસ નોંધાયા હતા. મુખ્યત્ત્વે એક સાપ્તાહ દરમિયાન બાળ વિભાગમાં 70-80 દર્દીઓ આવતા હોય છે, ત્યારે ગત સાપ્તાહ દરમિયાન 53 બાળકો હાલમાં હોસ્પિટલમાં દાખલ થયા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com