ભૂગર્ભ ગટરના કામમાં આડેધડ પુરાણથી ગાબડા, વસાતીઓ ત્રાહિમામ, કામમાં તથા કવોલિટીમાં ગોબાચારી:કેસરીસિંહ બિહોલા

Spread the love

 

ગાંધીનગર

સેકટર ૫ એ તથા બી ખાતેમા છેલ્લા એક મહિનાથી રહેણાંક વિસ્તારમાં મકાનોની ભૂગર્ભગટર લાઈન નાખવાનુ કામ ચાલી રહેલછે. ભુભગે ગટર લાઈન નાખ્યા બાદ કોન્ટાકટર દવારા માટી પુરાણ બરાબર કરવામા કરવામા આવતુ ન હોઈ ફકત આડેધડ માટી પુરાણ કરી ઉપર માટીના ઢગલા કરી છોડી દેવામા આવે છે, માટીનુ દબાણ કે પાણી છંટકાવ કરી પુરાણ થતુ નથી, જેને કારણે માટી બેસી જ ઈ મોટા ગાબડા પડી ગયા છે, આથી વસાહતીઓને પગપાળા કે નાના મોટા વાહનો લઈ અવર જવર કરવામા તકલીફ પડે છે અને વ્યવસ્થિત પુરાણને અભાવે માટી બેસી જવાથી તથા ખાડા ગાબડાને કારણે અકસ્તમાત થવાનો સંભવ છે, તેમજ આગામી ચોમાસામા વરસાદમા રહેણાક વિસ્તારમાં પાણી ભરાઈ વાહનો ફસાઈ જવા કે અકસ્તમાત જેવા બનાવો બની શકે તેવી શક્યતાઓ રહેલી છે, હાલ સેકટર પમાં ભૂગર્ભ ગટરની કામગીરી આડેધડ બે કાળજી પુવૅક થઈ રહેલ છે, જેનુ જવાબદાર અધિકારી કમૅચારીઓનુ સુપરવિઝન પણ કરવામાં આવતુ નથી, ફક્ત એજન્સી કોન્ટાકટર દવારા મરજીમુજબ કામગીરી કરવામા આવી રહી છે. નવા
સેકટરોમા પણ ભુભગૅ ગટર લાઈન નાખવામાં આવી છે ત્યા વ્યવસ્થિત માટી પુરાણ કરવમા આવ્યું નથી તથા ધણી જગ્યાએ કામગીરી પુરી કરવામા નથી આવી અને અધુરી છોડી દેવામાં આવી છે, આથી વસાહતીઓને અવરજવરક કરવામા તકલીફો પડે છે, આ ઉપરાત હાલ જે નવા સેકટરોમા ગટરની પાઈપલાઈન રબરની અને પહોળાઈમા નાની સાકડી તેમજ હલકી નાખવમાં આવી રહી છે, જે ભરાઈ જઈ વારંવાર ઉભરાવાના તથા લિકેજના પ્રશ્નો ઉઠવશે તેવી નાગરિકોને શંકાછે આથી સંબંધિત કચેરીના અધિકારીઓએ સ્થળ તપાસ કરી આડેધડ કરેલ ખોદકામનુ વ્યવસ્થિત માટીનુ પુરાણ કરી રોડના લેવલ સમથળ કરવા વસાહતીઓની માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *