સુરત પછી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ આ દુષણ નો પગપેસારો,
જો RTI હેઠળ કોઈ વ્યક્તિ ખાનગી મિલકત અંગે માહિતી માંગે તો, સૌથી પહેલા તે મિલકતના માલિકને લેખિતમાં જાણ કરવી અને જો માલિક માહિતી ન આપવા માંગે તો તે માહિતી કોઈ ત્રીજા પક્ષને ન આપવા અંગે નવી ગાઈડલાઈન તૈયાર કરવાનો આદેશ પણ અપાયો છે.
સુરત
ગુજરાત રાજ્યમાં RTI નો કાયદો આવ્યો ત્યારબાદ RTIના કાયદાને ઈક્રમ બનાવી દીધી છે, ત્યારે પત્રકારોના લેબલો લગાવીને ફરતા તોડબાજોએ ફક્ત સુરતમાં જ ૧૮ મિલકતો સામે ૧૦૫૯૦ RTI એટલે રેકોર્ડબ્રેક કહેવાય, મહાનગરપાલિકાની માસિક સંકલન બેઠકમાં RTI તોડબાજીનો મોટી મુદ્દો ઉઠાવ્યો હતો. ધારાસભ્ય અરવિંદ રાણાએ સેન્ટ્રલ ઝોનમાં છેલ્લા પાંચ વખમાં ફક્ત ૧૮ ઈસમોએ ૧૦,૫૯૦ ખાનગી મિલકતોની માહિતી માટે RTI દાખલ કરી હોવાની ચોંકાવનારી વિગતો રજૂ કરી.
આરોપ છે કે કેટલાક તત્વો આ માહિતીના આધારે મિલકત તોડી પાડવાની પમકી આપીને ખંડણી વસૂલી રહ્યા હતા, ત્યારે વેડરોડ પર પંડોળ ખાતે ઈન્ડસ્ટ્રીયલ ૩ પ્લોટોમાં બિલ્ડરે તેના ભાગીદારો સાથે ભાંધકામ શરૂ કર્યું હતું. આ પ્લોટોનું બાંધકામ ગેરકાયદે હોવાનું કહી ડિમોલિશન કરાવી નાખવાની ધમકી આપી ૪ ખંડણીખોરો બિલ્ડર પાસેથી ૪૦ હજારની રકમ પડાવી હતી. આ અંગે બિલ્ડર રાજેશ જાખણીયાએ ચોકબજાર પોલીસમાં અલગ અલગ ૪ ફરિયાદો નોંધાવી છે. જેના આધારે પોલીસે ભરત ગોવિંદ શિદે (રહે.પુવતારક સોસા, કતારગામ), અનિલ શુક્લા(રહે, સુરત), કપિલ પરમાર(રહે, સુરત) અને ગિરીશ ચુક્લા (રહે, સુરત)ની સામે ખંડણી અને પમકીનો ગુનો નોંધ્યો છે.
બિલ્ડર રાજેશ તેના ભાગીદારો સાથે વેડરોડ પંડોળ ખાતે ૩ ઈસ્ટ્રીયલ પ્લોટો ખરીદી કરી તેમાં બાંધકામ શરૂ કર્યું હતું. તે વખતે શરૂઆતમાં ઓગષ્ટ-૨૪માં ભરત શિદે આવ્યો હતો. તેણે પોતે પત્રકાર હોવાની વાત કરી બિલ્ડરને કહ્યું કે આ ભાંધકામ ગેરકાયદેસર છે. મને ૫૦ હજાર આપવા પડશે નહિતર તમારૂ બાંધકામ ડિમોલિશન કરાવી નાખીશ. બિલ્ડરે તેને કહ્યું કે અમે ગેરકાયદે બાંધકામ કરતા નથી. છતાં ખંડણીખોરોએ બાંધકામની સાઈટ પર આવી ફોટો પાડવા લાગતા ભિલ્ડર સાથે માથાકૂટ થઈ હતી. જેમાં ખંડણીખોરે ચપ્પુ કાઢી ધમકી આપતા બિલ્ડરે તેને ૧૦ હજારની રકમ આપી દીપી હતી.
એક ખંડણીખોરને બિલ્ડરે ૧૦ હજારની રકમ આપી એટલે સપ્ટેમ્બર-૨૪માં અનિલ શુકલા આવ્યો હતો તેણે બિલ્ડર પાસે ૩૫ હજારની માંગણી કરી બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહિ પાલિકામાં આરટીઆઈ કરી હતી. પછી બિલ્ડર પાસેથી ૧૫ હજારની રકમ પડાવી હતી. ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે ૪ ખંડણીખોર સામે ૪ અલગ-અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી છે. આ જગ્યામાં બાંધકામને લઈ બિલ્ડર પાસે કપિલ પરમાર આવ્યો હતો. કપિલે ૪૦ હજારની માંગણી કરી હતી. બિલ્ડરે ન આપતા કપિલ પરમારે બાંધકામના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ૧૦ હજારની 26મ પડાવી હતી. આવી જ રીતે બિલ્ડર પાસેથી ગીરીશ શુકલાએ ૨૫ હજારની માંગણી કરી ૫ હજારની રકમ પડાવી હતી. એક ખંડણીખોરે બિલ્ડર રૂપિયા પડાવતા બીજા સાગીરતો પણ પહોંચી ગયા હતા.
બાંધકામ તોડવાની ધમકી આપી રૂપિયા પડાવતી ટોળકીના ૫ સામે ગુના દાખલ
આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે પાલિકામાં અરજી કરી લોકોને ડરાવી બાધકામ તોડાવી નાખવાની ધમકી આપી રૂપિયા પડાવતી ટોળકીના પ ખંડણીખોરો સામે વધુ ષ ગુનાઓ દાખલ થયા છે.
* બનાવ-૧ : બારડોલીમાં રહેતા બિલ્ડર ગુલામ મોહંમદ કારીયા પાસેથી શાબીર શેખે નગર પાલિકામાં અરજી કરી બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી ૪૫ હજાર પડાવ્યા હતા.
* બનાવ-૨ : કતારગામના બિલ્ડર રણજીતસિંહ પાસેથી ખંડણીખોર મિતેશ જરીવાલા(એ,શિવ છાયા સોસા,તારગામ)એ ૨૦ હજાર પડાવ્યા હતા. આવી જ રીતે વધુ મહેશ ધકાણ પાસેથી પણ મિતેશ જરીવાલાએ ૧૦ હજારની રકમ પડાવી હતી.
* બનાવ-૩ : બિલ્ડર રણજીતસિંહ પાસેથી અભિપેક વોરાએ ૧૧ હજારની રકમ પડાવી હતી.
* બનાવ-૪ : રામપુરા વરિયાળી
એપાર્ટમેન્ટમાં રહેતા શાકીર હુસૈન લાખાણીના ઘરે લાલગેટ પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ કરી હતી. પોલીસને ૨૯ બિલ્ડિંગના નકશા મળી આવ્યા હતા. લાલગેટના બિલ્ડર મોહંમદ અલાઉદ્દીન પાસેથી શાકીર હુસૈને ૧ લાખની ખંડણી માંગી હતી. જેમાં ૨૦ હજારની રકમ પહેલા લઈ ગયો હતો.
