GJ-18 શહેર ભાજપ પ્રમુખ તરીકે કોણ? પેન્ડિંગ કેમ? જાહેર કેમ ન કર્યું? ચર્ચાનો વિષય

Spread the love

 

ગાંધીનગર

ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરના નવા ભાજપ પ્રમુખની જાહેરાત ભાજપે કરી દીધી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે, જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડ, ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ભાજપે શહેર જિલ્લા પ્રમુખોની જાહેરાતની જે યાદી બહાર પાડી છે તેમાં હજુ પણ કેટલાક શહેર અને એક જિલ્લાના પ્રમુખની જાહેરાત કરવામાં નથી આવી, જેમ કે, વડોદરા જિલ્લા પ્રમુખ, ગાંધીનગર, અમદાવાદ, પોરબંદર, અને પંચમહાલ શહેરના પ્રમુખના નામની જાહેરાત બાકી છે. યાદીમાં ઉડીને આંખે વળગે તેવી બાબત સંઘ સાથેનો સબંધ પણ જોવા મળે છે. મોટાભાગના પ્રમુખ સંથ પરિવાર, તેમની સંસ્થા કે તેમના વિચારો સાથે જોડાયેલા છે. એટલે કે ભાજપમાં આંતરીક કલેહ કે જૂથબંધી ટાળવા માટે સંઘના અગ્રણીઓ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જાહેર કરાયેલા પ્રમુખોમાં પાંચ પ્રમુખ એવા છે જે ફક્ત ધોરણ ૧૦ પાસ છે, જ્યારે ત્રણ પ્રમુખ ધોરણ ૧૨ પાસ છે. બાકીના ઘણા પ્રમુખ સ્નાતક, અનુસ્નાતક છે. તો કોઈ ડબલ ડીગ્રી ધરાવે છે.

 

 

ભાજપ શહેરના પ્રમુખ પદે હજુ લટકેલું ગાજર છે હાલ રુચિર ભટ્ટ શહેર પ્રમુખ છે હવે રીપીટ થાય છે કે બદલાવ તે ટૂંકા દિવસોમાં ખબર પડી જશે, બાકી વિધાનસભામાં ટિકિટ અને પ્રમુખ પદને લઈને GJ-18 નો દરેક વખતે છેલ્લો જ નંબર આવે, કેન્દ્રીય ગૃહમંત્રીનો મતવિસ્તાર હોવાથી ચુનીચુનીને નિમણૂક આપી રહ્યા છે

ભાજપના જીજે ૧૮ ખાતે અનિલ પટેલને ફરી રીપીટ કર્યા છે, પોતે શિક્ષક અને આચાર્ય રહી ચૂક્યા છે ત્યારે વિધાર્થીઓને ટેકલ કરી શકે તો કાર્યકરોને ટ્રેકલ કરવા ડાબા હાથનો ખેલ કહેવાય, બાકી કામ બોલે છે રીપીટ થવાનું કારણ સંગઠનમાં કોઈ વાત વિવાદ નહીં

 

જિલ્લા ભાજપ પ્રમુખોની યાદી

ગાંધીનગર – અનિલ પટેલ
મહેસાણા – ગીરીશ રાજગોર
બનાસકાંઠા – કિર્તીસિંહ વાધેલા
પાટણ -રમેશ સિંધવ
અમદાવાદ – શૈલેશ દાવડા
નવસારી ભુરાલાલ શાહ
સુરત – ભરત રાઠોડ
મહિસાગર – દશરથ બારિયા
જુનાગઢ – ચંદુભાઈ મકવાણા
અમરેલી – અતુલભાઈ કાનાણી
ડાંગ – કિશોરભાઈ ગાવિત
તાપી સરજ વસાવા
વલસાડ – હેમંત કંસારા
ભરૂચ -પ્રકાશ મોદી
નર્મદા – નીલ રાવ
છોટા ઉદયપુર – ઉમેશ રાઠવા
આણંદ – સંજય પટેલ
દાહોદ – સ્નેહલ ધારિયા
કચ્છ -દેવજી વરચંદ
સાબરકાંઠા – કનુભાઈ પટેલ
અરવલ્લી – ભીખાજી ઠાકોર
દેવભૂમિ દ્વારકા – મયુર ગઢવી
રાજકોટ – અલ્પેશ ઢોલરીયા
મોરબી – જયંતી રાજકોટિયા
ગીર સોમનાથ – સંજય પરમાર
ભાવનગર – દિગ્વિજયસિંહ ગોહિલ
બોટાદ – મયુર પટેલ
સુરેન્દ્રનગર- હિતેન્દ્રસિંહ ચૌહાણ
જામનગર – વિનોદ ભૌરી

 

શહેર ભાજપ પ્રમુખોની યાદી

સુરત – પરેશકુમાર પટેલ
રાજકોટ -ડો.માધવ કે. દવે
જામનગર – બીનાબેન કોઠારી
વડોદરા – ડો. જયપ્રકાશ સોની
જુનાગઢ – ગૌરવભાઈ રૂપારેલીયા
ભાવનગર – કુમારભાઈ શાહ

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *