દબાણના સામાનના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, જગ્યા houseful, હવે સામાન મુકવા અને કાઢવા પણ ફાંફાં
જીજે ૧૮ ખાતે દબાણ હટાવ્યા બાદ ભંગાર વાડો કરોડો રૂપિયાનો ખજાનો કહો કે કબાડી બજાર, બાકી આ કબાડી બજાર નો સામાન ભંગારના ભાવે આપે તો પણ કરોડો રૂપિયા ઉપજી શકે તેમ છે,
ગાંધીનગર
રાજ્યમાં જેટલી મહાન નગરપાલિકાઓ છે તેમના માટે મોટામાં મોટો પ્રશ્ન હોય તો તે દબાણ હટાવ્યા બાદ સામાન મુકવાનો, અને બીજો કચરાની ડમ્પીંગ સાઈડ ત્યારે જીજે ૧૮ શહેરમાં દબાણ હટાવ્યા બાદ જે ભંગાર અને ગાડીઓથી લઈને લારીગલ્લા મૂકવામાં આવે છે, ત્યાં કબાડી બજાર જેવો માહોલ હોય તેમ આખી જગ્યા ભરાઈ ગઈ છે. કરોડો રૂપિયાનો ભંગાર કહી શકાય, અત્યારે આ જગ્યાએ હાઉસફુલ થઈ ગઈ છે, હવે સામાન દબાણ હટાવ્યા બાદ મુકવો કક્યાં? માલ સામાન લેવા આવે તો કાઢવો કઈ રીતે? સેક્ટર ૨૮ ની જીઆઈડીસી હવે કબાડી બજાર મચ્છરોનો ઉપદ્રવ ની ફેક્ટરી બની ગઈ છે, સામે હવે જંગલ ખાતાની જગ્યામાં સામાન મૂકવો તેવી હિલ ચાલ ચાલી રહી છે, ત્યારે હવે મહાનગરપાલિકા પાસે દબાણમાં જમા થયેલો સામાન મુકવો ક્યાં? તે પ્રશ્ન ઉદભવ્યો છે.
