ધારાસભ્યો અને સંસદસભ્યોના પરિપત્રોનો જવાબ ન આપનાર અધિકારીઓ સામે પગલા ભરવાની માંગ કરતા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર

Spread the love

કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર

આજે પણ ૨૫ પત્રોનો અધિકારીઓએ કોઇ જવાબ આપ્યો નથી :સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૧માં બે થી ત્રણ વખત ત્રણ પરિપત્રો બહાર પાડ્યાં કે સંસદસભ્ય,ધારાસભ્યોના પત્રોનો દિન-૧૫માં જવાબ આપવા પરંતુ અમલ નહીં : પડતર પ્રશ્નોને અનુરૂપ કેન્દ્ર સરકાર ગુજરાતને કઇ બાબતોમાં અન્યાય કરી રહી છે? વિપક્ષના ધારાસભ્યોનું પત્રિકામાં નામ અને સ્ટેજ ઉપર સ્થાન કેમ નહીં ?છેલ્લાં પાંચ વર્ષમાં ૩૬૪૦૨ કર્મચારીઓની સંખ્યા રાજ્ય સરકારે ઓછી કરી : ૫૬૮ આઇ.એ.એસ.થી માંડીને વર્ગ-૪ સુધીનાની પુનઃનિયુક્તિ : શૈલેષ પરમાર

ગાંધીનગર

દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં કહ્યું કે સામાન્ય  વહીવટ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૧માં બેથીત્રણ વખત ત્રણ પરિપત્રો બહાર પાડ્યાં કે સંસદસભ્ય,ધારાસભ્યોના પત્રોનો દિન-૧૫માં જવાબ આપવા આપવાનો રહેશે. પરંતુ ત્રણ વખત પરિપત્ર બહાર પાડ્યા પછી કોઇ કન્ટ્રોલ નથી. અમુક અધિકારીઓ સરકારે બહાર પાડેલા પરિપત્રોને પણ ગાંઠતા નથી! ધારાસભ્ય અધિકારીના હાથમાં પરિપત્ર આપે છે ત્યારે અધિકારીએ એનો અમલ ન કરે તો સરકારે પગલાં લેવા જોઈએ.સરકારે આવા કોઇપણ અધિકારી સામે પગલાં નથી લીધા તો ધારાસભ્ય હોય, સંસદસભ્ય હોય એનું વારંવાર અધિકારી દ્વારા અપમાન કરવામાં આવે છે.વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨૭૮ પત્રો ધારાસભ્યો અને સંસદસભ્યોએ અધિકારીઓને લખ્યા. નિયમ મુજબ દિન-૧૫માં આ પત્રોનો પ્રત્યુત્તર આપવો જોઇએ.૨૫૩માંથી વચગાળાના ૨૧ પત્રોના જવાબો આપ્યા છે. આખરી જવાબ ૨૩૨ આપ્યા છે. વર્ષ ૨૦૨૨-૨૩ના ધારાસભ્યશ્રી/સંસદસભ્યશ્રીના ૨૫ પત્રોનો આજેપણ અધિકારીઓ દ્વારા કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. જે અધિકારીએ પત્રનો જવાબ આપ્યો નથી એ અધિકારી સામે પગલાં લેવા જોઇએ એવી કૉંગ્રેસ પાર્ટી માગણી કરે છે. કયા કારણોસર એ અધિકારીઓ જવાબ આપી શકતા નથી એ માટે એ અધિકારીને સાંભળવા જોઇએ.
મોસાળમાં મા પીરસનારી હોય તો ભાણીયા કેમ ભૂખ્યા રહે?રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં ૧૮ પ્રશ્નોની રજૂઆત કરી છે અને આજે પણ ૧૮ પ્રશ્નો પડતર છે. તે પડતર પ્રશ્નોને અનુરૂપ કેન્દ્ર સરકાર ગુજરાતને કઇ બાબતોમાં અન્યાય કરી રહી છે? જયારે બજેટની ચર્ચા આવશે ત્યારે આંકડા રજૂ કરીશું કે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લાં આટલા વર્ષોમાં માંગેલી ગ્રાન્ટ પેટે કેટલી ગ્રાન્ટો આપી નથી પણ જે ૧૮ પડતર પ્રશ્નો છે, એ ૧૮ પડતર પ્રશ્નોમાંથી ફક્ત ૧૧ પ્રશ્નો ઉપર એમ કહે છે કે આ પ્રશ્નો વિચારણા હેઠળ છે તો બાકીના ૭ પ્રશ્નોનું શું?

બીજું, રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે રાજ્ય સરકારના મુખ્યમંત્રી રાજ્યના મંત્રીઓના જે સરકારી કાર્યક્રમો હોય એમાં ધારાસભ્ય કોઇપણ રાજકીય પાર્ટીનો હોય એ ધારાસભ્યશ્રીનું પત્રિકામાં નામ આવવું જોઇએ અને સ્ટેજ ઉપર એમને માનભેર બેસાડવા જોઇએ.પરંતુ વિપક્ષના ધારાસભ્યશ્રીઓનું ના પત્રિકામાં સ્થાન આપવામાં આવે છે, ના તો સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવે છે. અમે એવું કહેતા નથી કે તમારા કાર્યક્રમમાં બોલાવો. ગુજરાતની પ્રજાના પૈસે વિવિધ યોજના હેઠળના જે કાર્યક્રમો થતા હોય છે એમાં ધારાસભ્યશ્રીઓને ફરજિયાત સ્થાન આપો એવી માગણી છે.

રાજ્યના કર્મચારીઓની દિવસે-દિવસે સંખ્યા ઘટતી જાય છે. વર્ષ ર૦ર૦-૨૧માં રાજ્યમાં ૪,૯૧,૭૦૧ કર્મચારીઓ હતા. વર્ષ ૨૦૨૪-૨૫માં ૪,૫૫,૨૯૯ છે. આમ છેલ્લાં પાંચ વર્ષમાં ૩૬૪૦૨ કર્મચારીઓની સંખ્યા રાજ્ય સરકારે ઓછી કરી દીધેલ છે.ભરતીનું દસ વર્ષના કેલેન્ડરમાં કર્મચારીઓની સંખ્યાઓછી કરી દીધી છે. આઉટસોર્સિંગથી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ભરવા.આજે રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં અધિકારી અને કર્મચારી કે જેઓ નિવૃત થઇ ગયા છે તેવા ૫૬૮ આઇ.એ.એસ.થી માંડીને વર્ગ-૪ સુધીનાની પુનઃનિયુક્તિ કરેલી છે. જેથી રાજ્ય સરકાર સામાન્ય વહીવટ વિભાગની જે માગણીઓ લઇને આવી છે તે માગણીઓને કૉંગ્રેસ પાર્ટી ટેકો આપતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com