જીજે ૧૮ ગાંધીનગર ખાતે આજ રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપ પટેલ દ્વારા પ્રમુખ પદે આરૂઢ થયા હતાં હજુ પ્રમુખ પદનો વિધીવત ચાર્જ લીધો નથી પણ આજે સત્યનારાયણ ભગવાનની કથા કરાવીને જિલ્લા પંચાયતના શ્રીગણેશ કર્યા છે ત્યારે ભાજપના ઘણાં મહાનુભાવોએ આજે શુભેચ્છા પાઠવી હતી. સાદરા બેઠકની સીટ પર કલબલિયા અને બખારીયા એવા કોંગ્રેસના દિગ્ગજ નેતા અરવિંદસિંહ સોલંકીને હરાવીને દિલીપ પટેલ વિજેતા બન્યા છે. ત્યારે દિ-લીપ, દિલીપ એટલે પાકુ લિપણ કરી દે તે. ત્યારે જીજે ૧૮ જિલ્લા પંચાયત ખાતે આજ રોજ દિલીપ પટેલ દ્વારા લીપણ થઈ ગયું છે ત્યારે ઉપપ્રમુખ તરીકે નાંદોલ બેઠક પરથી ચુંટાયેલા ગુણવંતસિંહ ચાવડા આરુઢ થયા છે. પણ વિધીવત પદગ્રહણ હજુ મુહુર્ત જાેેઈને કરશે ત્યારે મોટી સંખ્યામાં ટેકેદારો તેમને મળવા આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે સૌથી વધારે પ્રમુખ પદ જાે મળ્યું હોય તો ગાંધીનગર જિલ્લાના હિંમતનગર ચિલોડાના હાઈવેના પંચાયતની સીટમાંથી ચુંટાયેલા સભ્યોને મળ્યું છે ત્યારે ચિલોડા-હિંમતનગર હાઈવે જાેવા જઈએ તો ગોઝારો કહેવાય છે પણ પ્રમુખ પદ માટે સુપર સાબિત થોય છે ત્યારે મંગીબેન, દિલીપભાઈ પટેલ, મંગુબેન ચૌધરીથી લઈને જશુભા રાણા પણ આ હોદ્દાઓ પર બિરાજેલા છે ત્યારે ચિલોડા હાઈવે નસીબવંતો પ્રમુખ પદ માટે બન્યો છે.