ગુજરાતમાં કોંગ્રેસનું જે રીતે ધોવાણ થયું છે ત્યારે અગાઉ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી એ સરકાર સામે બાથ ભીડવવા નાનામાં નાની ઝીણવટભર્યા કાર્યક્રમો આપેલા છેત્યારે પરેશ રેસમાં ચાલ્યા પણ ગુજરાતમાં હાલ જાેઈએ તેવો પ્રજાનો મિજાજ પારખી શક્યા નથી ત્યારે જમીન પર બેઠેલા અને જમીન સાથે રહેલા પરેશ ધાનાણી એ સરકારને ચાબખા મારવામાં કશું બાકી રાખ્યું નથી રેલી, સરઘસથી લઈને સાયકલ પર નીકળી જનારા આ નેતા હતાં તો પણ પ્રજામાં ભલે તેહાલ ઉપસી આવ્યા ન હોય પણ શું બીજા વિપક્ષ નેતા સાયકલ ચલાવવા, ભજીયા તળવા આ બધું કરી શકશે ખરાં ? ત્યારે ભાજપની જડબેસલાક જીત સામે પરેશ ધાનાણીએ વિપક્ષ તરીકે રાજીનામું આપી દીધું છે ત્યારે હવે નવા ચહેરામાંથી કોને સ્થાન મળે છે તે માટે હાલ ૫ થી ૬ નામ ઉપસી આવ્યા છે
વિરોધપક્ષના નેતા તરીકે જે નામો ઉભરી આવ્યા છે તેમાં વિક્રમ માડમ, વિરજી ઠુમ્મર, સી.જે. ચાવડા, શૈલેષ પરમાર, અશ્વિન કોટવાલ, પૂજા વંશના નામો ચર્ચામાં રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી પ્રતિનિધિત્વ મળે તો વિક્રમ માડમ, અને વિરજી ઠુમ્મર હાલ રેસમાં છે પણ પરેશ ધાનાણી સૌરાષ્ટ્રમાંથી મુકેેલા હોવાથી હવે બીજાને ચાન્સ મળે તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે વિરજી ઠુમ્મર અમરેલી જિલ્લામાંથી ચુંટાયેલા છે ત્યારે વિક્રમ માડમ જામનગરમાંથી હવે ઉત્તરગુજરાત પર કોંગ્રેસે નજર દોડાવી છે પૂજાભાઈ વંશ ભાષણ સારું કરી શકે છે પણ વિસ્તાર જાેતા હાલ લિસ્ટમાં છે પણ મૂકવાનું હવે ઉપરના લેવલથી જાેવાનું છે ત્યારે અશ્વિન કોટવાલ આદિવાસી રાજ્યમાંથી આવે છે ત્યારે અગાઉ પોતે કોંગ્રેસમાં શાશક પક્ષનો વિરોધ સારો એવો કરી ચૂક્યા છે. જમીનના માણસ હોવાથી ટચ સ્ક્રિન પ્રજા સાથે રહેલા છે ત્યારે શૈલેષ પરમાર ફાયરબ્રાંન્ડ ઇમેજ ધરાવે છે. વર્ષોનો અનુભવ અને શાસક પક્ષને ઘેરવાની નીતિ રણનીતિ તેમની પાસે છે ત્યારે સી.જે. ચાવડાનું નામ હાલ ડાર્ક હોર્સ તરીકે ચાલી રહ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણકારી મળેલી છે.
ડો.સી.જે. ચાવડા ઓછા બોલા અને બોલે ત્યારે મેદાનની બહાર એટલે કે બાઉન્ડ્રીની બહાર જ બોલ જાય. બેટીંગ ઓછી કરે પણ બેટ પકડે એટલે ધુંઆધાર બેટીંગ તેમની હોય છે. ત્યારે વિધાનસભામાં તેમના કટાક્ષ જ્યારે સાંભળવા મળે એટલે પ્રજામાં ઉમળકો હોય પોતે ડેપ્યુટી કલેક્ટર જેવી પોસ્ટ પરથી નોકરી કરીને બીજીવાર ધારાસભ્ય અને પોતે સરકારી અધિકારીથી લઈને રાજકીય પક્ષોમાં તેમની પાવરફૂલ પકડ છે.
ઓબીસી સમાજથી લીને એસસી, એસટી, ઓબીસીમાં સારી એવી ઈમેજ અને પકડ ધરાવે છે. ઓછા બોલા અને શાંત રહેતા આ ધારાસભ્યનું નામ ભલે છેલ્લે ચાલતું હોય પણ અંડર કરંટ દિલ્હીમાં તેમની મજબૂતાઈ પણ આજે અકબંધ અને પાવરફૂલ છે તમામ સમાજાે સાથે ઘરોબો અને નાના વર્ગ સાથે સારી એવી પકડ હોવાથી કોંગ્રેસ હવે ઉત્તર ગુજરાત તરફ પણ દોડાવી છે ત્યારે ભાજપની મોટાભાગની રણનીતિ સામે કેવી રીતે વિરોધ કરવો તે સંદર્ભે સીજે ચાવડા મજબૂત હોવાનું સૂત્રો જણાવે છે ત્યારે તેમનું નામ ચતુરસિંહ જવાનસિંહ ચાવડા છે એટલે પોતે ડો.સી.જે. ચાવડા તરીકે પ્રચલીત છે નામ પ્રમાણે ગુણ પણ એટલા જ ભરેલા છે હંમેશા સાયલન્ટ રહેતા સી.જે. ચાવડા હાલ મજબૂત નેેતા હોઈ પ્રજામાં પકડને કારણે તેમનું નામ હાલ ચર્ચામાં જાેર ચાલી રહ્યું છે.