ગુજરાતના ડાયમંડ એસોસિએશનનું પ્રતિનિધિ મંડળ મંગળવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યું
અમદાવાદ
ગુજરાતના ડાયમંડ એસોસિએશન ના પ્રમુખશ્રીઓ અને પદાધિકારીઓ તથા આગેવાનો દિનેશભાઈ નાવડિયા ચેરમેન શ્રી ઇન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટ,જગદીશભાઈ ખૂંટ પ્રમુખશ્રી ડાયમંડ એસોસિએશન સુરત,
જયંતિભાઈ સાવલિયા રિજિયોનલ ચેરમેન GJEPC,
ઈશ્વરભાઈ પ્રજાપતિ પ્રમુખશ્રી ડાયમંડ એસોસિએશન વિસનગર,નરસિંહભાઈ કાનાણી પ્રમુખશ્રી ડાયમંડ એસોસિએશન અમદાવાદ,અમૃતભાઈ પટેલ પ્રમુખશ્રી ડાયમંડ એસોસિએશન પાલનપુર,વિજયભાઈ પટેલ પ્રમુખશ્રી ડાયમંડ એસોસિએશન જુનાગઢ,ઘનશ્યામભાઈ ગોરસીયા પ્રમુખશ્રી ડાયમંડ એસોસિએશન ભાવનગર,જયસુખભાઈ કોબડીયા એ જણાવ્યું કે
હીરાઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોને મદદ કરવા અને આપઘાત કરતાં રત્નકલાકારો ના પરિવારોને આર્થિક મદદ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ગુજરાત ડાયમંડ એસોસિએશને મંગળવારે રજૂઆત કરી હતી.
ભૂપન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, અમે રત્નકલાકારોની મદદ કરવા માટે તત્પર છીએ અમે આગામી 2 દિવસમાં કોઈ ઠોસ એક્શન પ્લાન બાનાવીશું.
હીરાઉદ્યોગમાં છેલ્લા બે વર્ષ થી તૈયાર હીરા નો વેપાર જે પ્રમાણે થતો નથી અને પૂરતા ભાવો પણ મળતા નથી જેના કારણે ઉધોગકારો રત્નકલાકારોને પૂરતું કામ આપી શકતા નથી જેથી મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને રત્નકલાકારો ના પગારમાં 30% થી 50% સુધી નો ઘટાડો થયો છે જેથી રત્ન કલાકારો આર્થિક સંકટમાં સપડાય ગયા છે અને તેમના માટે પોતાનું ઘર ગુજરાન ચલાવવું તથા બાળકોની શિક્ષણ ફી ભરવી તથા મકાનના હપ્તા ભરવા અને અન્ય લોન ના હપ્તા ભરવા ખૂબ મુશ્કેલ બન્યા છે.
આપણો હીરાઉધોગ ભારતમાં વિદેશી હૂંડિયામણ કમાઈ ને આપતો સૌથી મજબૂત ઉધોગ છે આ હીરાઉધોગમાં રત્નકલાકારો લાખો સંખ્યામાં પોતાની રોજગારી મેળવી રહ્યા છે ત્યારે છેલ્લા બે વર્ષથી આપણા હીરાઉધોગમાં મંદી નો માહોલ ચાલી રહ્યો છે તો રત્નકલાકારો ને મદદરૂપ થવા સરકાર ને આગળ આવે એવી રજૂઆત કરી હતી.
તેથી હીરાઉદ્યોગના રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર તથા રત્નકલાકાર કલ્યાણ બોર્ડ જાહેર તથા વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે ,રત્નદીપ યોજના જાહેર કરવામાં આવે અને તેમના પગારમાં વધારો કરવામાં આવે તથા સરકાર દ્વારા તેમના બાળકોને ફી ભરવામાં તથા તેમના મકાનના હપ્તા ભરવામાં તથા મકાનના ભાડા ભરવામાં અને તેમના ઘર ગુજરાન ચલાવવામાં સરકાર મદદ કરે એવી માંગણી કરી છે .
હીરાઉધોગ ના ઉધોગકારો અને રત્નકલાકારો ની માંગણીઓ ::
(1) રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવો.
(2) રત્નકલાકારો અને ઉદ્યોગ માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે.
(3) હીરાઉધોગમાં કામ કરતા રત્નકલાકારો પાસે લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરો.
(4) આપઘાત કરતાં રત્નકલાકારો ના પરિવારોને આર્થિક મદદ કરો.