સુરતમાં કોલેજના વિદ્યાર્થીઓએ રંગ લગાવી રંગોના પર્વની ઉજવણી કરી

Spread the love

 

 

સુરત

દરેક તહેવારને સુરતીઓ ખૂબ જ ધૂમધામથી ઉજવતા હોય છે. ખાસ કરીને સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ખૂબ જ અનેરો જોવા મળતો હોય છે. આજે હોળીના દિવસે પણ કોલેજોમાં વિદ્યાર્થીઓ એકત્રિત થઈને એકબીજાને રંગ લગાવી ધૂળેટીની ઉજવણી કરી હતી. સુરતની જાણીતી એમટીબી કોલેજના ગેટ ઉપર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઈ ગયા હતા. આવતીકાલે ધૂલેટીની કોલેજોમાં રજા છે, પરંતુ હોળીના દિવસે જ વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો સાથે ધૂળેટી રમી હતી. ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકબીજાને રંગ લગાડીને ઢોલ-નગારાના તાલે નાસ્તા જોવા મળ્યા હતા. કોલેજના ગેટ પર જ ઢોલ-નગારા વગાડીને ઉત્સાહભેર વાતાવરણમાં ધૂળેટીની ઉજવણી કરી હતી.

દર વર્ષે માફક આ વર્ષે પણ ધૂલેટીની ઉજવણીનો રંગ સુરત શહેરમાં દેખાયો હતો. ખાસ કરીને કોલેજમાં યુવાનો જે દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે તે પૈકીનો એક ધૂળેટીનો તહેવાર હોય છે. ધૂળેટીના દિવસે જાહેર રજા હોવાને કારણે હોળીના દિવસે જ્યારે કોલેજ રાબેતા મુજબ ચાલુ હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં જ તહેવારની ઉજવણી કરી લેતા હોય છે. આજે પણ એ જ પ્રકારનો માહોલ સુરત શહેરની અલગ-અલગ કોલેજ કેમ્પસમાં જોવા મળ્યો હતો. રંગેચંગે ડીજેના ગીતો ઉપર વિદ્યાર્થીઓ ખૂબ મસ્તી કરી હતી અને રંગ ઉડાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *