ઝાયડસ હોસ્પિટલમાં વ્યક્તિગત આરોગ્ય સંભાળને વધારવા માટે અનોખી Next-Generation Sequencing NGS પરીક્ષણની શરૂઆત

Spread the love

અમદાવાદ

મેડિકલ અને પેથોલોજી પરીક્ષણના વિકાસમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલે અત્યાધુનિક નેક્સ્ટ-જનરેશન સિક્વન્સિંગ (NGS) પરીક્ષણ શરૂ કર્યું છે, જે વ્યક્તિગત આરોગ્ય સંભાળમાં એક દિશાસૂચક છે. આ અદ્યતન ટેકનોલોજી અત્યંત સચોટ અને વિગતવાર આનુવંશિક વિગતો પ્રદાન કરે છે જે વિભિન્ન પ્રકારની બીમારીઓના નિદાન, તેમની ઉપચાર યોજનાઓ અને દર્દીની પર્સનલાઇઝડ થેરાપીમાં એક બેજોડ શરૂઆત છે.

NGS એક આધુનિક મોલેક્યુલર ટેકનોલોજી છે જેનાં માધ્યમથી દર્દીના DNAનું વિશ્વેષણ કરી, જન્મજાત ખામી અને કેન્સર સહિત વિવિધ રોગો માટે સંભવિત જોખમો વિશે વિગતવાર માહિતી મળે છે. ઝાયડસના લેબોરેટરી મેડિસિનના વિભાગમાં આ ટેસ્ટિંગ ટેકનીક; જીનેટિક, હોર્મોનલ અને મોલેક્યુલર મ્યુટેશન્સ, કેન્સર ડાયગ્નોસિસ, વારસાગત વિકૃતિઓ (હેરિડિટરી ડિસિઝ) અને પર્સનલાઇઝડ મેડિસિનના આધારે વધુ અનુરૂપ અને ચોક્કસ સારવાર વિકલ્પો દર્દીઓ સુધી પહોંચાડવા સક્ષમ બનાવશે.

ઝાયડસ હોસ્પિટલમાં NGS પરીક્ષણનો પ્રારંભ ઘણા બાયોલોજીકલ એનાલિસીસ અથવા બીમારીઓ સંબંધિત આરોગ્ય સંશોધનમાં નવીન ઉકેલો ઝડપી અને ચોકસાઈ લાવવાની હોસ્પિટલની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અહીંની મેડિકલ ટ્રીટમેન્ટની સાથે ડાયગ્નોસ્ટિક વિભાગ પણ અગ્રેસર છે. NGS મશીન અને તેનાથી અપાતી માહિતી આગળ જતાં માનવ જીનોમના વિસ્તૃત અભ્યાસ તેમજ સિક્વન્સિંગ માટે તેનું બહુ મૂલ્ય યોગદાનની સાથે મેડિકલ ક્ષેત્રમાં પરિવર્તનનો માર્ગદર્શક બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *