અમદાવાદ
ગુજરાતમાં અસામાજિક તત્વો દ્વારા માથું ઉચકતા સરકારે જે ગણતરીના કલાકોમાં નિર્ણયો લીધા તેને ગુજરાતની પ્રજાએ વધાવ્યા છે, ગુજરાતના ખૂણે ખૂણે ગ્રામ્યથી લઈને શહેરોમાં પોલીસ, દાદા ભત્રીજાની સૌથી વધારે ચર્ચા સાંભળવા મળી રહી છે, અને સરકાર દ્વારા જે કડક પગલાં ભર્યા તેની સરાહના થઈ રહી છે ત્યારે અમદાવાદના રામોલમાં બે જૂથો વચ્ચે અથડામણમાં જાહેર રોડ પર ગાડીઓના કાચ તોડ્યા હતા. બનાવની જાણ થતા જ રામોલ પોલીસે ઘટનાસ્થળેથી અટકાયત કરી રસ્તો બાનમાં લેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.હવે વસ્ત્રાલમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોના ગેરકાયદેસર ઘર પર બુલડોઝરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં લવજી દરજીની ચાલીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વસ્ત્રાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોના ગેકકાયદેસર ઘર પર બુલડોઝરની કાર્યવાહી હાથ ધરાઇ છે. આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડવાની કામગીરી હાથ ધરાઇ છે. અમદાવાદના પોલીસ કમિશનરે પણ અમરાઇવાડીમાં ડિમોલિશન સ્થળની મુલાકાત લીધી છે. વસ્ત્રાલમાં ખુલ્લેઆમ હાથમાં હથિયાર લઇને આતંક મચાવનાર વિરૂદ્ધ અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે. અસામાજિક તત્ત્વોમાં દાખલો બેસાડવા ફરી એક વખત દાદાનું બુલડોઝર અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર ઘર પર ફરી વળ્યું છે. પોલીસ કમિશનર જીએસ મલિક ડિમોલિશનની કામગીરીનું નીરિક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું કે, અમરાઇવાડી કોર્પોરેશન અને પોલીસ દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજવીરસિંહ બિહોલા નામના આરોપીના ઘરે ડિમોલિશન કરવામાં આવ્યું છે. જર્જરપિત મકાન હોવાથી કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. બન્ને આરોપીના ઘર પર ડિમોલિશન કરવામાં આવ્યું છે. વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓમાઁથી સાત આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને આતંક મચાવતા કોઇ પણ લોકોને છોડવામાં નહીં આવે.