7e4dc249-993f-43e4-8669-b93cc15959a8
DRI ના ડેપ્યુટી ડાયરેક્ટર ફ્લેટ પર , મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ
અમદાવાદ
અમદાવાદના પાલડીમાં બંધ ફ્લેટ શેરબજારનાં ઓપરેટર મેઘ શાહના સબંધીને ત્યાં ૧૦૦ થી ૪૦૦ કીલો સોનાના બાતમી આધારે ATS અને DRIની ટીમ પહોચી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર
અમદાવાદના પાલડી ખાતે સોનાનો મોટો જથ્થો છુપાવ્યો હોવાની માહિતી પોલીસ અને એજન્સીઓને મળતા સ્ટેટ તેમજ સેન્ટ્રલની એજન્સીઓ દ્વારા તાત્કાલીક ધોરણે ફ્લેટ પર પહોંચી તપાસ આદરી હતી.આ ફ્લેટમાં આશરે થી ૪૦૦ કિલો સોનું છુપાવ્યું હોવાની બાતમી એજન્સીઓને મળી છે.
આ બંધ ફ્લેટમાં સોનાનો ખજાનો છે તે ફ્લેટ શેર બજારનાં ઓપરેટર મેઘ શાહ ના સબંધીનો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ દ્વારા પાલડી વિસ્તારમાં આવેલ આ બંધ ફ્લેટની ચાવી વકીલ પાસે હોવાની જાણ થતા વકીલ પાસે બંધ ફ્લેટની ચાવી મંગાવવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે જો આટલું બધુ સોનું અહીં છુપાવવામાં આવ્યું હોય તો આ સોના બાબતે તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ છે.
આ સર્ચ ઓપરેશનમાં ATS ની સાથે DRI ની ટીમ પણ જોડાઈ છે. DRI ના ડેપ્યુટી ડાયરેક્ટર ફ્લેટ પર પહોંચ્યા હતા.શેર બજારનાં ઓપરેટર મેઘ શાહનાં સબંધીનાં ફ્લેટમાં સોના અને રોકડનો ખજાનો છે. 100 થી 400 કિલો જેટલું સોનું ફ્લેટમાં છુપાવ્યું છે.