ગાંધીનગર
ગાંધીનગરમાં જાહેર આરોગ્ય બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-3ના બે કર્મચારી 1500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે.
ગાંધીનગરમાંથી 1500ની લાંચ લેતા બે કર્મચારી ઝડપાયા ગાંધીનગર જાહેર આરોગ્ય વિભાગ બાંધકામ વિભાગ ‘બી’ વિગ સહયોગ સંકુલ સેક્ટર-11 ખાતે ફરજ બજાવતો કાંતીભાઇ ચેલદાસ પટેલ, અંગ્રેજી ટાઇપીસ્ટ, વર્ગ-3 અને ભરતકુમાર ચીમનલાલ પટેલ, સિનિયર ક્લાર્ક વર્ગ-3 વિરૂદ્ધ 1500ની લાંચ તથા એક બોટલ દારૂની માંગણી કરતા ACB દ્વારા છટકુ ગોઠવીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના સેક્ટર-૧૧ ખાતે સહયોગ સંકુલના બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા બે કર્મચારી વિરુદ્ધ રૂ।.૧,૫૦૦/-ની લાંચ તથા એક બોટલ દારૂની માંગણીનો એ.સી.બી.એ ગુનો દાખલ કરી બંને આરોપીને છટકું ગોઠવીને ઝડપી પાડ્યા.