અમે એવો સમાજ બનાવીશું જ્યાં મહિલાઓ સન્માન, સમાનતા અને સ્વતંત્રતા સાથે જીવી શકે : ગીતાબેન પી. પટેલ
આગામી સમયમાં લીડરશીપ ટ્રેનીગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે : અલકા લાંબા
અમદાવાદ
અમદાવાદ ખાતે આજરોજ કોંગ્રેસના પ્રદેશ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલની તાજપોથી થઈ હતી, ત્યારે આ પ્રસંગે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી અથકા લાંભાજી પોતે પધાર્યા હતા, કોંગ્રેસનો મહિલા મોરચો હવે પમપોકાર આગળ વર્ષ તે માટે તમામ તૈયારી સાથે ગીતાબેન પટેલ ને કોંગ્રેસ દ્વારા કમાન સોપી છે. કોંગ્રેસ ના અનેક પ્રશ્રોના રિજન સામે હવે ગીતાબેન પટેલ એક વિઝન તરીકે ઉભરી આવશે,
અખીલ ભારતીય કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંભાજીએ પદગ્રહણ સમારોહમાં જણાવ્યું હતું કે રાજનીતી, સામાજીક, અર્થિક ન્યાય માટેની બા લડાઈ છે. જે આપણી લડવાની છે. ભારતમાં ૭૦ કરોડ મહિલાઓ છે. તેમને ન્યાય અપાવવા માટે આપણે લડવા ન્યાયોનાં હક્ક માટે સથમ આધું, ગુજરાતમાં વધુમાં વધુ સદસ્યતા મહિલા કોંગ્રેસ નોપવામાં આવે છે, તેના માટે આપણે પ્રયત્ન કરીશું, ગુજરાતમાં દશ હજાર મહિલા સભ્યો છેલ્લા મહિનાઓમાં બનાવવામાં આવ્યાં છે, ત્યારે ભારતમાં છેલ્લા મહિનાઓમાં પાંચ લાખ મહિલા કોંગ્રેસ સભ્યો બનાવ્યા છે. હવે આગામી સમયમાં બુધ દીઠ એક મહિલા દશ સભ્ય બનાવે તો ગુજરાતમાં જેટલા બુધો છે, તેમાં વધારે મહિલા સભ્યો બનાવી શકાય, આગામી સમયમાં લીડરશીપ ટ્રેનીગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા અને દાણીલીમડાનાં ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે પ્રદેશ મહિલા કોગેસ પ્રમુખ ગીતાબેન પી પટેલ સહિત સમગ્ર મહિલા કોંગ્રેસની મારી બહેનોને અભિનંદન પાઠવું છું. આગામી દિવસોમાં ગીતાબેન પી. પટેલની અભલતામાં વધારેમાં વધારે મહિલા કોંગ્રેસના સભ્ય બને તેવી હું આશા રાખુ છું. રાજનૈતીક, સામાજીક અને આર્થીક ન્યાયની મહિલાઓની લડાઈ માટે મહિલા કોંગ્રેસ લારો અને આ મોગામ થકી સમગ્ર ગુજરાતની મહિલાઓને તાલીમ પણ આપવામાં આવશે. વધુમાં વધુ મહિલા સભ્યો કોંગ્રેસમાં ગીતાબેન પટેલની અધ્યક્ષતામાં બને તેવી હું આશા રાખુ છું. રાજનૈતીક, સામાજીક અને આર્થીક ન્યાયની મહિલાઓની લડાઈ માટે મહિલા કોંગ્રેસ લડશે અને આ પ્રોગ્રામ થકી સમગ્ર ગુજરાતની મહિલાઓને તાલીમ પણ આપવામાં આવશે. વધુમાં વધુ મહિલા સભ્યો કોંગ્રેસમાં ગીતાબેન પટેલની અધ્યક્ષતામાં બને તેવી હું આશા રાખુ છું.
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પી. પટેલે પદગ્રહણ સ્પીચ આપતા જણાવ્યું કે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના આદરણીય સભ્યો, આદરણીય આગેવાનો અને મહેમાનો હું, ગીતાબેન પટેલ, ગુજરાતમાં મહિલા સશક્તિકરણની યાત્રામાં આજનો દિવસ મહત્વનો છે. આ કોઈ
સામાન્ય દિવસ નથી, પરંતુ એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે આપણે એક નવા અધ્યાયની શરૂઆતની ઉજવણી કરવા ભેગા થઈએ છીએ. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે શપથ લેતાં હું કૃતજ્ઞતા, ગૌરવ અને જવાબદારીની ભાવના સાથે તમારી સમક્ષ ઊભી છું. આ પદ માત્ર એક પદવી નથી, પરંતુ મને સોંપવામાં આવેલ એક પવિત્ર વિશ્વાસ છે. મહિલાઓના અવાજને બુલંદ બનાવવાની, તેમના અધિકારો માટે લડવાની અને સમાન અને ન્યાયી સમાજનું નિર્માણ કરવાની જવાબદારી છે. હું આ વિશ્વાસને સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે પૂર્ણ કરવાનો સંકલ્પ કરું છું.
મહિલા ન્યાયઃ મારી પ્રાથમિક પ્રતિબદ્ધતા મહિલાઓને ન્યાય અપાવવાની રહેશે. ન્યાય એ કોઈપણ સમૃદ્ધ સમાજનો પાયો છે, પરંતુ આજે પણ ઘણી સ્ત્રીઓ ન્યાયથી વંચિત છે. તે હિંસા હોય, ભેદભાવ હોય કે અધિકારોથી વંચિત હોય, હું સુનિશ્ચિત કરીશ કે દરેક મહિલાને અવાજ સાંભળવામાં આવે અને તેમની સાથે ન્યાયી વર્તન કરવામાં આવે.
આર્થિક ન્યાય : આ ઉપરાંત આર્થિક ન્યાય પણ મારા નેતૃત્વનો મહત્વનો આધારસ્તંભરહેશે. મહિલાઓને સમાન તકો મળવી જોઈએ, પછી તે શિક્ષણ, રોજગાર કે ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે હોય. અમે સુનિશ્ચિત કરીશું કે દરેક મહિલાને આર્થિક સ્વતંત્રતા મળે, જે સમાજને મજબૂત કરશે અને ટકાઉ વિકાસ શક્ય બનાવશે.
સામાજિક ન્યાય : સામાજિક ન્યાય પણ મારી પ્રાથમિકતા રહેશે. આપણે એવા અવરોધોને દૂર કરવા જોઈએ જે મહિલાઓને તેમની પૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં રોકે છે. એક એવો સમાજ બનાવવો પડશે જ્યાં દરેક છોકરીને શિક્ષણ મળી શકે અને દરેક સ્ત્રી કોઈપણ ભેદભાવ વિના પોતાના સપના પૂરા કરી શકે.
મહિલા સુરક્ષાઃ મહિલાઓની સુરક્ષા પણ અત્યંત જરૂરી છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે મહિલાઓ સુરક્ષિત અનુભવે, પછી તે ઘરમાં હોય, કાર્યસ્થળે હોય કે રસ્તા પર હોય. અમે મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીશું અને કાયદાના અસરકારક અમલીકરણ માટે કામ કરીશું. હું એ મહિલાઓનો અવાજ બનીશ જેનો અવાજ દબાવવામાં આવ્યો છે. આ મારી એકલીની લડાઈ નથી, સામૂહિક મિશન છે. અમે સાથે મળીને એક એવો સમાજ બનાવીશું જ્યાં મહિલાઓ સન્માન, સમાનતા અને સ્વતંત્રતા સાથે જીવી શકે. અંતે, મારામાં વિશ્વાસ કરવા બદલ હું આપ સૌનો આભાર માનું છું. ચાલો આપણે ઉજ્જવળ અને સર્વસમાવેશક ભવિષ્ય તરફ આગળ વધીએ.