GJ-18 ખાતે આવનારા દિવસોમાં સપાટો બોલાવશે, સરકારી કચેરીઓમાં પડયા, પાથર્યા રહેતા અનેક બિલ્લાઓ શકંજામાં

Spread the love

આરટીઆઈની આડમાં પત્રકારના સ્વાંગમાં વેપારી, બિલ્ડરોના તોડ કરતાં પાંચ સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું

 

 

ગાંધીનગર

રાજ્યમાં સુરતથી થયેલી શરૂઆત આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે, ત્યારે તોડબાઝો જે આરટીઆઇની આડમાં વેપલો કરતા તત્વો સામે હવે પોલીસ તથા સરકાર છોડવાના મૂડમાં નથી, આરટીઆઈ ની માહિતી મેળવીને તોડ કરતાં અને આરટીઆઈને ઇન્કમ બનાવીને આખો દિવસ સરકારી કચેરીમાં અડીંગો જમાવીને બેસનારા તત્વો અનેક શંકા ના દાયરામાં તો આવ્યા છે, પણ સાથે સાથે આરટીઆઈનો આંકડો પણ મોટો થતો જાય છે ત્યારે ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ શહેર પોલીસ કમિશ્રરે અસામાજીક તત્ત્વો પર સકંજો કસવા તાકીદ કરી હતી. પોલીસે
કોમ્બિંગ કરી કાર્યવાહી કરવા સાથે ૫ ખંડણીખોર સહિત ૧૧ ગુનેગારો સામે પાસા હેઠળ કાર્યવાહ કરી હતી. રાજ્યના પોલીસ વડાની સૂચના
બાદ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર અધિકારીઓએ અસામાજીક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. જે અંતર્ગત શહેર આખામાં પોલીસે કોમ્બિંગ કરવા સાથે પેટ્રોલિંગ સથન બનાવ્યું હતુ. દરમિયાન ગત તા.૧૫-૩-૨૫થી ૧૭-૩-૨૫ના સમયગાળામાં મારામારી, ખંડણીખોરો, બુટલેગરો, બોગસ તબીબી સર્ટિકિટ્સ બનાવી આપનાર આરોપીઓ મળી કુલ ૧૧ને પાસા હેઠળ અલગ-અલગ જેલમાં મોકલી આપ્યા હતા. જે પૈકી આરટીઆઈ ની આડમાં વેપારી-બિલ્ડરોને રંઝાડતા મોહમંદ શાકીર શેખ, સાબિર શેખ, રમેશ જાંગીડ, ગભરું ભરવાડ સહિત પાંચ સામે પણ પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. આ સાથે અત્યાર સુધીમાં પોલીસે ૨૦૫ સામે પાસા કરી છે. વધુમાં આગામી દિવસોમાં અન્ય આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ સાણસામાં આવે તેવી શકયતા છે. ડીજીપીના આદેશ બાદ સુરત શહેરમાં ઉધના, પાંડેસરા, ભેસ્તાન, પુણા, સારોલી સહિતની પોલીસે પોતપોતાના વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *