લુખ્ખા, તોડબાજો, RTIના નામે ખંડણી ધાકધમકી, ઈન્કમ સમજનારા સુરતમાં ૫૦૦ તો, કચ્છ પોલીસે ૧૯૦૦ ગુનેગારોની બનાવી યાદી

Spread the love

લુખ્ખા તત્વોના આંતકને પગલે તંત્ર એક્શન મોડમાં,


ગુંડા, લુખ્ખા, બુટલેગરો કરતા સૌથી મોટો ત્રાસ જો હોય તો આરટીઆઇના નામે ખંડણી માંગતા તત્વોનો વધી ગયો છે, અનેક સરકારી અધિકારી કર્મચારી ત્રસ્ત થઈ ગયા છે, ઘણાએ તો આ મુદ્દે રાજીનામા અને સુસાઇડ કરવાના બનાવો પણ સામે આવ્યા છે, સરકારી કચેરીમાં સૌથી વધારે આર.ટી.આઈ કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા, ભૂસ્તર કચેરી, મેરીટાઇમ બોર્ડ, માહિતી ખાતુમાં આરટીઆઇના ઢગલા બંધ થઈ હોવાનું સરકારને ધ્યાને આવ્યું છે, અનેક પોપટિયાઓમાં ફફડાટ

 

 

ગાંધીનગર

ઈન્કમ આરટીઆઈને બનાવનારા અને આખો દિવસ સરકારી કચેરીઓમાં પડયા પાથર્યા રહેતા અને આરટીઆઇ નામે ખંડણી ધાકધમકીથી લઈને ગુંડાગીરી કરતા તત્વો સામે પોલીસે ગંભીરતાથી આ કેસોમાં બાગડબિલ્લા છટકી ન જાય તે માટે ભારે તપાસ આદરી છે, ગુજરાતભરમાં અસામાજીક તત્વોનો આતંક છેલ્લા ઘણા સમયથી વધી ગયો છે. એવામાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા સક્રિય ડીજીપી વિકાસ સહાયે આ મુદ્દે સ્પષ્ટ રીતે આદેશ આપ્યા છે. રાજયમાં અસામાજિક તત્ત્વો માટે કોઈ સ્થાન નહીં રહે. આ જ હેતુસર સુરત પોલીસ સતત સક્રિય છે અને આવનારા દિવસોમાં પણ આવી ચુસ્ત કાર્યવાહી ચાલુ રહેશે. જો કોઈ શખ્સ કાયદાનો ભંગ કરવાનો પ્રયાસ કરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામા આવશે. સુરત પોલીસે અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ ગુનાહિત ઈતિહાસ ધરાવનાર લોકોની યાદી બનાવી છે. તેમજ ચિતવણી આપી છે કે, જો ગુનાહિત પ્રવૃત્તિઓ છોડશે નહીં, તો તેમની વિરુદ્ધ ગુજસીટોક હેઠળ પગલાં લેવાશે. અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી તેજ પોલીસ હવે ટપોરીઓ, હિસ્ટ્રીશીટરો, એનસીઆર રેકોર્ડ ધરાવનાર લોકો અને અન્ય અસામાજિક તત્વોની પણ યાદી બનાવી રહી છે. આ લોકોને તાકીદ કરવામાં આવશે કે, જો તેઓ સુધરશે નહીં, તો કાયદેસર કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. DGના આદેશ બાદ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી છે. પૂર્વ કરછમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોની ખેર નહીં. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નામાંકિત ગુંડા અને લૂખા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં પૂર્વ કરછમાં કુલ ૧૯૦૦ જેટલા ગુંડાઓ અને અસામાજિક તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બળાત્કાર, હત્યામાં સામેલ, ખનિજ ચોર, લિસ્ટેડ બુધ્ધેગર, કુખ્યાત તેલ ચોરો, ગુંડાઓ સહિત લોકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com