ગાંધીનગર
રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ઠેર-ઠેર ગુંડાગીરીની ઘટના સામે આવતી રહે છે. આ દરમિયાન પોલીસ પણ તેની કાર્યવાહી યોગ્ય રીતે કરતી નથી તેવી ફરિયાદ પણ જોવા મળે છે. ત્યારે અત્યારે ચાલી રહેલા વિધાનસભા સત્રમાં અમિત ચાવડા અને હર્ષ સંઘવી વચ્ચે અસામાજિક તત્વો અંતે ઉગ્ર ચર્ચા થઈ હતી. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, જો પોલીસ ફરિયાદ ના લે તો મને કહેજો, હું હું આકરા પગલા લઈશ. ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગના બજેટ પરની માગણીની ચર્ચા દરમિયાન જવાબ રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વસ્ત્રાલની ઘટના સંદર્ભમાં કહ્યું કે, અસામાજિક તત્ત્વો નિર્દોષ નાગરિકોને રંજાડતા હોય તો તમે મને કહો. પોલીસ નાગરિકોની ફરિયાદ ન નોંધે તો તેમના વિરુદ્ધ હું આકરા પગલા ભરીશ. સંઘવીએ ધારાસભ્યોને પણ અસામાજિક તત્ત્વો સાથેના મેળાપીપણાં અંગે ચેતવ્યા હતા. તેમણે કહ્યું કે, કેટલાક ધારાસભ્યોની ગુંડા તત્ત્વો જોડે સાંઠગાંઠ છે તેની મને ખબર છે. ઘણા વ્યાજખોરો પણ આ ગૃહના ઘણા સભ્યો સાથે ઘરોબો રાખે છે. જ્યારે આવા ગુનેગારો સામે પગલા ભરાય ત્યારે ધારાસભ્યો પોલીસને તેમને છોડી મુકવા ભલામણ કરે છે તે યોગ્ય નથી.
કડક કાર્યવાહી કરવા અંગે સ્પષ્ટતા કરતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે વસ્ત્રાલની ઘટનાની જેમ સરકાર ગુનાખોરી ડામવા માટે ગુંડાઓના ઘર પર બુંજર ચલાવશે ઉપરાંત પોલીસ સ્ટેશનો બનાવી સબ કાયદો અને વ્યવસ્થા જાળવવા વધુ સજ્જ જ કરાશે સાથે મહિલાઓની સુરક્ષા માટે પણ પોલીસ કામ કરશે અને ડંડા વાળા મંત્રી તરીકે પ્રચલિત એવા રાજ્ય ગૃહ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે “પોલીસ નાગરિકની ફરિયાદ ન નોંધે તો તેમના વિરુદ્ધ હું આંકડા પગાર ભરીશ તમે મને જણાવજો” આ સાથે હર્ષ સંઘવીએ કેટલીક જાહેરાતો કરતા કહ્યું કે વૃક્ષને અંકુશમાં લાવવા માટે મુખ્યમંત્રી કક્ષાએથી નિરીક્ષણ થાય તેવી હેલ્પલાઇન જાહેર થશે તેમણે આ બજેટ મુખ્ય પાંચ સ્તંભો આધારિત કાયદા વ્યવસ્થાને ચુસ્ત બનાવશે તેવી જાહેરાત કરી જેમાં SHIELD એટલે S-Strengthening the Backbone, H-High-Tech Policing. I-Integrated Command & Control, E-Emergency Response 112 ने LD-Lawful Cyber Defence- Centre of Excellence for Cybersecurity મુખ્ય પાંચ સ્તંભો આધારિત કાયદા વ્યવસ્થાને ચુસ્ત બનાવશે તેવી જાહેરાત કરી હતી.
અસામાજિક, લુખ્ખા, ગુંડા, તત્ત્વો પર કડક કાર્યવાહી કરવા અંગે સ્પષ્ટતા કરતા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વસ્ત્રાલની ઘટનાની જેમ સરકાર ગુનાખોરી ડામવા માટે ગુંડાઓના ઘર પર બુલડોઝર ચલાવશે. આ ઉપરાંત સ્માર્ટ પોલીસ સ્ટેશનો બનાવીને સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધુ સજ્જ છે. મહિલાઓની સુરક્ષા માટે પણ પોલીસે કામ કર્યું છે.