ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા
• કીડની ફાળવણી માટે SOTTO દ્વારા તૈયાર કરેલ વેટિંગ લિસ્ટમાં મૃત દર્દીઓ, તે દર્દીઓ જેમને કીડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાવી દીધેલ છે અને IKDRC સિવાયની હોસ્પિટલના દર્દીઓના નામ મળ્યાઃ કેગ અહેવાલ
• જૂન ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૩ સુધી માં વેટિંગ લિસ્ટ ની વિસંગતતા ના લીધે ૨૫૦ થી વધુ દર્દીઓ ને કીડની ફાળવણી ના વેટિંગ લિસ્ટ માં થી બહાર, ચાર દર્દીઓ જેમના વેટિંગ લિસ્ટ નંબર , ૦૧૬૨૭૨૭, ૦૨૪૦૧૬૭, ૩૪૩૫૮૯ અને અચિંત્ય ને વેચાતી કીડની આપવા માં આવી તેવો હોસ્પિટલ ની અધિકૃતતા કમિટી નો રિપોર્ટ હતો
અમદાવાદ
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યુ હતું કે ગુજરાત માં સરકાર અનુદાનિત કીડની હોસ્પિટલ IKDRC માં ગંભીર ગેરરીતિઓની ચોંકાવનારી વિગત RTIના માધ્યમથી મેળવેલ કેગ ના અહેવાલ માં સામે આવી છે. કિડની ફાળવણી ના SOTTO ના વેટિંગ લિસ્ટ માં જે લોકો મૃત્યુ પામ્યા છે, જે લોકોના પૂર્વ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા છે અને IKDRC હોસ્પિટલ સિવાય ના ખાનગી હોસ્પિટલના દર્દીઓ ના નામ મળ્યા છે. વેટિંગ લિસ્ટ ને અપડેટ કરવા માં નથી આવી રહ્યા જેથી કરી ને કીડની ટ્રાન્સપ્લાન્ટ ની જરૂરિયાત વાળા દર્દીઓ કીડની થી વંચિત રહ્યા છે. ફિટનેસ ઇવેલ્યુએશન અપડેટ ના થતા દર્દીઓ ને કીડની માટે થઈ ને હાલાકી ભોગવવી પડી રહી છે. કેગ ના અવલોકન માં કીડની નિષ્ણાત દ્વારા પત્ર લખવા માં આવ્યો હતો કે જૂન ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૩ સુધી માં વેટિંગ લિસ્ટ ની વિસંગતતા ના લીધે ૨૫૦ થી વધુ દર્દીઓ ને કીડની ફાળવણી ના વેટિંગ લિસ્ટ માં થી બહાર રાખવા માં આવ્યા છે. જૂન ૨૦૨૨થી ડિસેમ્બર ૨૦૨૩ સુધીના ગાળામાં શું કીડની હોસ્પિટલ SOTTO થી અંગ અલોટમેન્ટ પત્રો મેળવવામાં નિષ્ફળ રહી? કિડની ફાળવણી માં નેગેટિવ માર્કિંગ આપવા ની પદ્ધતિ જે ગુજરાત માં છે તે કેન્દ્ર સરકાર ના નિયમો માં નથી. કીડની ફાળવણી માટે પેટા કમિટી બનાવવી પડે તેવું ભલામણ ગુજરાત ના કીડની નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવા માં આવી હતી તેનું પાલન કરવા માં નથી આવ્યું.
કીડની હોસ્પિટલ ના ડોક્ટર દ્વારા RTI દ્વારા વિગત માંગવા માં આવી હતી કે બે વિદેશી દર્દીઓ જેમના વેટિંગ લિસ્ટ નંબર CR ૦૧૬૩૧૫૨ અને ૩૧૧૯૬૯ ને કીડની બારોબાર કેવી રીતે મળી ગયી હતી? ચાર દર્દીઓ જેમના વેટિંગ લિસ્ટ નંબર CR ૦૧૬૨૭૨૭, ૦૨૪૦૧૬૭, ૩૪૩૫૮૯ અને અચિંત્ય ને વેચાતી કીડની આપવા માં આવી તેવો હોસ્પિટલ ની અધિકૃતતા કમિટી નો રિપોર્ટ હતો. શું કીડનીનો વેપાર થતો હોય તેવી માહિતિ મળે, તેની તપાસ ઉચ્ચ કક્ષાએ થવી જોઈએ કે નહિ ? વેટિંગ લિસ્ટ માં નામ ના હોય તેવા દર્દી ને કીડની ફાળવવા માં આવી તેવા ફરિયાદ સામે આવી છે. કીડની ફાળવણી માં ગેરરીતિઓ અને વિસંગતતાઓ કેગ ના અહેવાલ માં ઉડી ને આંખે વળગે તેવી છે. ગેરરીતિઓ ના લીધે ગુજરાત ના નિર્દોષ દર્દીઓ ભોગ બની રહ્યા છે તે માટે જવાબદાર કોણ? કેગ ના અહેવાલ જણાવ્યા મુજબ કીડની ટ્રાન્સપ્લાન્ટ ના કોઈ ડેટા રેકોર્ડ માં રાખવા માં નથી આવ્યા જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ ની વિગત આપવામાં આવી નોહતી. કિડની હોસ્પિટલ ને વિગત છુપાવવા માં જે રસ છે તેથી પુરવાર થાય છે કે ‘ચોર કી દાઢી મેં તીનકા’. કીડની હોસ્પિટલમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને કેગના અહેવાલ એ ઉજાગર કરી છે ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગની આંખ ક્યારે ખૂલશે અને તપાસ ક્યારે કરાવશો ?