કચ્છ-ભુજ
કચ્છ-ભુજના દેશલપર ગ્રામ પંચાયતની એક મહિલા તલાટી રૂ,2,000 ની લાંચ લેતા ACB ની જાળમાં ફસાઈ હતી આ કેસની વિગત મુજબ ફરીયાદીને દેશલપર (ગુતલી) ગામના સર્વે નંબર-૬૦૭ પૈકી (શ્રી સરકાર) હસ્તક છે તેમા નવી રેસ્ટોરન્ટ બનાવવી હતી. જેના માટે સરકારશ્રીના જમીન હોટેલ ઉદ્યોગ હેતુ માટે પરપ ૦૦ ચોરસ મીટર સરકારી પડતર જમીનની માંગણી કરી હતી. આ જમીન ગૌચરની નથી તે અંગેનો ગ્રામ પંચાયતનો દાખલો અને ગ્રામ પંચાયત નો ઠરાવ આપવાના અવેજ પેટે ફરીયાદી પાસેથી કચ્છ ભુજના > નખત્રાણાના દેશલપર ગ્રામ પંચાયતના તલાટી સહમંત્રી તંદ્રિકાબેન એમ.ગરોડાએ તેના મોબાઇલ ફોન માં મેસેજથી રૂા.૨,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ACB માં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીએ દેશલપર ગ્રામ પંચાયત ઓફિસમાં જાળ બિછાવીને ફરિયાદી પાસેથી રૂ.2,000 ની લાંચ લેતા ચંદ્રિકાબેન ગરોડાને ઝડપી લીધા હતા