ચુંટણી લડવા મુરતિયાઓ પોતપોતાના ગોડફાધરની શરણે

Spread the love

મનપાની ચુંટણીના બ્યુગલો વાગી રહ્યાં છે પણ વસાહતિઓ કોરોનાની મહામારી તથા ઉનાળાની કારમી ગરમીથી પરેશાન, મતદાનથી દૂર રહેવાની તૈયારી

ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન ૫૦ ટકાથી વધારે થશે ત્યારે શહેરમાં ૪૦ ટકા મતદાન થાય તેવી શક્યતા પણ નથી તેવું સૂત્રો જણાવે છે ત્યારે રાજકીય આગેવાનોએ ગોઠવેલા સોગઠાનું ગણિત બદલાય તો નવાઈ નહીં.

ભાજપનો ૪૪ માંથી ૩૬ સીટો જીતવાનો લક્ષ્ય ખોટો પડે તેવી શક્યતાઓ

આપ પાર્ટી ગણિત ખોરવે તેવી શક્યતાઓ દર્શાવતા સૂત્રો

ગાંધીનગર

ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણીના બ્યુગલો વાગી રહ્યાં છે ત્યારે મનપાન ચુંટણી વિસ્તાર વધતા અને સાથે સીટો પણ ૪૪ થતાં ભાજપ કોંગ્રેસ, આપ પાર્ટી મેદાને જંગમાં ચુંટણી લડવા તૈયારી આરંભી દીધી છે ત્યારે અનેક મુરતિયાઓ ચુંટણી લડવા પોતપોતાના ગોડફાધરોને પગચંપી કરવા પહોંચી ગયા છે. ટિકિટ કન્ફર્મ થાય તે માટે વોર્ડ દીઠ પ્રમુખોથી લઈને હોદ્દેદારો જે ચુંટણી ઈન્ચાર્જ નિમવામાં આવ્યા છે તેમને પોઝિટીવ ભલામણ થાય તે માટે પણ અત્યારથી જ સેટીંગ ડો કોમ  વધી ગયું છે. ત્યારે ભાજપમાં ચુંટણી લડવા ઉમેદવારોની સંખ્યા તોતિંગ છે અને કોંગ્રેસમં પણ સંખ્યા ચુંટણી લડવાવાળા ઉમેદવારોની છે પણ ભાજપ જેટલી નહીં. દરેક રાજ્યમાં કેસરીયો ભાજપનો લહેરાયો એટલે અહીંયા પણ કેસરીયો લહેશે તેવું ગણિતથી માનનારાઓને હજુ ખબર નથી કે અગાઉ ૧૦ વર્ષ પહેલા બે ટર્મથી ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી નથી ત્યારે તોડફોડની રાજનીતિથી ભાજપ સત્તા ટકાવી રાખી છે ત્યારે હવે ભાજપ દ્વારા ૪૪ માંથી ૩૬ સીટોના ટાર્ગેટ પર ગોળાફેંક વક્તવ્યો ચાલી રહ્યાં છે ત્યારે અગાઉ જે ઉમેદવારો ફક્ત ૧૦૦ મતોથી ચુંટાયેલા છે તે તમામ સીટો ઉપર રિઝલ્ટ ફરી જશે તેમાં બેમત નથી. કોરોનાના કારણે મતદાતાઓને જરાય ચુંટણીમાં મતદાન કરવામાં બિલકુલ રસ નથી ત્યારે વસાહત મહાસંઘ દ્વારા ચુંટણી અધિકારીને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ચુંટણીઓ હાલ પૂરતી ન યોજીને વહીવટદારની નિમણુંક કરી દેવા પણ રજૂઆત કરી છે.

ચુંટણી જાે યોજાય તો એપ્રિલના છેલ્લા અઠવાડિયા અથવા મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ત્યારે ગરમીનો પ્રકોપ અને કોરોનાના કેસો જે રીતે વધી રહ્યાં છે ત્યારે મતદાતાઓ હાલ ચુંટણી મતદાનથી દૂર રહેવા માંગે છે જેથી ભલે ચુંટણી કદાચ યોજાય તો મતદાન થશે ખરું ? વસાહતીઓ હાલ પૂરતો મતદાનનો કોરોનાના કારણે વિરોધ કરી રહ્યાં છે. આપ પાર્ટી દ્વારા પણ ૪૪ સીટો પર ઉમેદવારો ચુંટણીમાં લડવા માટે કવાયત તેજ કરી દીધી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં આપ પાર્ટી પણ પેનલ ઉતારે તો ૧૦૦ થી ૨૦૦ મતોથી જીતનારા ઉમેદવારોના ગણિત ખોટા પડશે તેમાં બેમત નથી. ત્યારે અપક્ષોની ગણતરી હાલ પૂરતી લેવામાં આવી નથી. ઔવેસીની પાર્ટીના મતો પણ મતોમાં ખાંચરો પાડે તેવી ભીતી છે ત્યારે આપ પાર્ટીનું હમણાં યોજાયેલા સંમેલનથી રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં ફાળ પડી છે. ત્યારે પેથાપુરની ડમ્પિંગ સાઈટ પણ હાલ ટેન્શનરુપી મુદ્દો છે. ત્યારબાદ કુડાસણ ખાતેની કચરાની સાઈટ છે ત્યાં હાલ પૂરતો વિરોધ વંટોળ શરુ થઈ ગયો છે. ત્યારે આવનારા દિવસોમાં નવા ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટર યુધ્ધ જાેવા જઈએ તો આપ પાર્ટીનું ખાસ્સુ ઘેલું લાગ્યું હોય તેમ પોસ્ટરો જાેવાઈ રહ્યાં છે. ભાજપ માટે ૪૪ સીટમાંથી ૩૬ નો ટાર્ગેટ જરાય સહેલો નથી. મતદાન થશે કે કેમ ? કારણકે કોરોનાની મહામારી તથા ઉનાળાની કાળઝાર ગરમીમાં મતદાન ૫૦ ટકા પણ થાય તેવી શક્યતાઓ જાેવાતી નથી. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મતદાતાઓ મતદાન કરવા નીકળશે અને તે મતદાન ૫૦ ટકાથી વધારે હશે તેમાં બેમત નથી પણ શહેરનું મતદાન ન થાય તો શું ? નુકસાન કોને ? આ વેધક પ્રશ્ન છે.

ચુંટણી જીતવા ભલે રાજકીય પક્ષો દોડાદોડી કરે પણ મતદાનનો જે પ્રશ્ન છે તે વિકટ છે. કોરોનાની મહામારીના કારણે નગરજનો મતદાનથી દૂર રહેવા માંગે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો દબદબો છે ત્યારે શહેરમાં ભાજપનો દબદબો છે ખરો, પણ કોરોના તથા ઉનાળાની કાળઝાર ગરમીમાં મતદાન નહીં થાય તો કેટલાં ભોભાઓના ગરબા ઘરે આવશે તે ગણતરી રાજકીય પક્ષોએ માંડવી જ પડશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com