દેશમાં નેતા ઓ જે રાજયમાં જાય ત્યારે તેમની આગતા સ્વાગતા કરવામાં આવતી હોય છે. ત્યારે ઘણીવાર ચૂંટણીઓ નો માહોલ હોય તો તેમને આવકારવા બેનરો મોટા લગાવવામાં આવતા હોય છે ત્યારે આ બેનરો કાર્યક્રમ પૂર્ણ થઈ જાય એટલે કોઈ કામના રહેતા નથી . ત્યારે આ બેનરો નો ઉપયોગ લારી ગલ્લાવાળા , શ્રમજીવીઓ ઝૂંપડપટ્ટીમાં કાચા મકાનોમાં રહેનારા માટે વેસ્ટમાંથી બેસ્ટ હોય તેમ ગરીબોના આશિયાના બન્યા છે. ત્યારે દરેક જગ્યાએ મોટા શહેરમાં દરેક નાગરિકનું ઘરનું ઘર હોવાનું સપનું હોય છે ત્યારે આ સ્વપ્ન સાકાર કરવા માટે વર્ષો લાગી જાય છે. ત્યારે ગમે ત્યં ગોચરની જમીન હોય ત્યાં ડેરા તાણીને એક ઝુપડું બનાવીને ઉનાળામાં, ઠંડી, વરસાદથી બચવા પતરું મોંઘું પડતા આ બેનરો ગરીબોના આશિયાના બન્યા છે.
ચુંટણી કાર્યક્રમ પૂર્ણ થઈ જાય એટલે આ બેનરો નેતાઓ માટે ભલે વેસ્ટ હોય પણ વેસ્ટમાંથી બેસ્ટ દરેક નાના શ્રમજીવીને કેવી રીતે ઉપયોગ કરવો તે જાણે છે ત્યારે ઉનાળામાં પીએમ મોદીના બેનરો તપી રહ્યાં છે અને પીએમ મોદી તપતા તાપમાં શ્રમજીવીને છાંયડો આપતાં હોય તેવું લાગી રહ્યું છે.