6572adfb-159a-4f81-99e8-c8bdc4cc9709
અમદાવાદ
22 માર્ચ 2025ના રોજ સાંજે 4:15 વાગ્યે, ધ્રાંગધ્રામાં કાગળની એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એક વિશાળ અગનગોળો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જવાથી લોકોમાં ભારે ગભરાટ વ્યાપી ગયો હતો. SMDએ આગ બુઝાવવા માટે ભારતીય સેનાની મદદ માંગી હતી. તેના પ્રતિભાવમાં, ભારતીય સેનાની ટુકડી ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે તૈનાત કરવામાં આવેલી તેમની ઍગ્નિશામક ટીમો સાથે મળીને તાકીદના ધોરણે કાર્યવાહીમાં લાગી ગઈ હતી. મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોના જીવ બચાવવા માટે શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. નાગરિક વહીવટીતંત્રની મદદથી લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી. સંખ્યાબંધ અગ્નિશામક એજન્સીઓ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સખત મહેનત કરી રહી છે. સાંજે 07:00 વાગ્યા સુર્ધીની સ્થિતિ અનુસાર, અગ્નિશામક સાધનો સાથે આશરે સેનાના આશરે 71 થી 80 કર્મચારીઓને તૈનાત કરીને બચાવ કામગીરી હજુ પણ ચાલુ રાખવામાં આવી છે.ભારતીય સેના આપણા નાગરિકોની સલામતી અને સુખાકારી માટે અડગ પ્રતિબદ્ધતા રાખે છે અને આપદાના સમયે નાગરિક અધિકારીઓને નિર્ણાટક સહાય પૂરી પાડવા માટે તૈયાર રહે છે. જ્યારે પણ કુદરતી આપદા, જાહેર આરોગ્યનું સંકટ કે અન્ય કોઈપણ પ્રકારની કટોકટી સહિતની આપદાની સ્થિતિ ઉભી થાય, ત્યારે આપણી સેના લોકોના જીવન અને સંપત્તિનું રક્ષણ કરવા માટે બહુપક્ષીય અભિગમ સાથે નાગરિક અધિકારીઓને મદદ કરવા માટે સમર્પિત રહે છે.