ગાંધીનગર
રાજ્યમાં સતત ગુનાખોરીમાં સંડોવાયેલા નાયબ પોલીસ મહાન નિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષકે માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવા સારું સૂચના અને માર્ગદર્શન મુજબ માણસા શહેરમાં મારુંની શેરીમાં રહેતા અને મર્ડર તેમજ મારામારીના ગુનામાં સંડોવાયેલ ઇસમને માણસા પોલીસ દ્વારા તેના વિરુદ્ધ ગુનાહિત પ્રવૃત્તિના નોંધાયેલા કેસને આધારે તેના પાસા એકટ મુજબ દરખાસ્ત તૈયાર કરી માણસા પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી હતી, જે મંજૂર કરવામાં આવતા આ ઈસમને ઝડપી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. નાયક પોલીસ નિરીક્ષક વિરેન્દ્ર યાદવ,જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા માણસા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ઈસમો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ જે અંતર્ગત માણસા પી.આઈ.પી.જે. ચુડાસમાએ માણસા શહેરમાં મારુંની શેરીમાં રહેતો અને અગાઉ ખૂન તેમજ મારા મારીના ગુનામાં સંડોવાયેલ 25 વર્ષીય પૃથ્વીકુમાર પંકજભાઈ વાઘેલા ગુનાહિત પ્રવૃત્તિ કરવા ટેવાયેલો હોય અને તમામ ગુનામાં તેની જે તે સમયે અટકાયત પણકરાઇ હતી, પરંતુ જામીન પર છૂટી જતો હતો.