અમદાવાદ
રિલાયન્સ ગ્રુપનાં અનંત અંબાણી ચાલીને દ્વારકા દર્શને જશે.
જામનગર રિલાયન્સથી પદયાત્રા શરૂ કરીને દ્વારકા દર્શને પહોંચશે.
દરરોજ રાત્રિનાં 15 થી 20 કિલોમીટર ચાલીને દ્વારકા જશે
આગામી 8 એપ્રિલનાં રોજ પોતાનો જન્મદિવસ દ્વારકામાં ઉજવે તેવી સંભાવના છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી 8 એપ્રિલનાં રોજ અનંત અંબાણીનો જન્મદિવસ છે. ત્યારે પોતાનો બર્થડે પણ અનંત અંબાણી દ્વારકામાં ઊજવશે તેવી સંભાવના છે. જણાવી દઈએ કે, અનંત અંબાણી ચુસ્ત બંદોબસ્ત સાથે પદયાત્રા કરીને દ્વારકા પહોંચશે. અનંત અંબાણી જામનગર રિલાયન્સથી પોતાની પદયાત્રાની શરૂઆત કરશે.
રિલાયન્સ ગ્રૂપના અનંત અંબાણી પગપાળા દ્વારકાધીશનાં દર્શન કરવા માટે જવાનાં છે.
દરરોજ રાત્રિનાં 15 થી 20 કિલોમીટર ચાલીને દ્વારકા જશે
દેશના ટોચનાં ઔધોગિક ગ્રૂપ પૈકી એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. જ્યારે પણ તક મળે ત્યારે અંબાણી પરિવારનાં સભ્યો દ્વારકાધીશનાં દર્શન કરવા માટે દ્વારકા આવતા હોય છે. ત્યારે હવે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં નાના પુત્ર અનંત અંબાણી દર્શન કરવા જવાનાં છે. માહિતી અનુસાર, અનંત અંબાણી દરરોજ રાત્રિનાં સમયે 15 થી 20 કિલોમીટર સુધી ચાલીને દ્વારકા જશે.