જૂનાગઢ
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે જુગારના કેસમાં એક વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલની આગેવાનીમાં પોલીસ ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ગાંધી ચોક વિસ્તારમાંથી આરોપી નરેશ ઉર્ફે સોનુ ગ્યાનચંદભાઈ કોટક (ઉ.વ.40)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મધુરમ, પ્રિયંકા પાર્ક, જૂનાગઢનો રહેવાસી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12-અ હેઠળ નોંધાયેલા કેસમાં આરોપી છેલ્લા એક વર્ષથી ફરાર હતો. આ સફળ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલ, એએસઆઈ નિકુલ પટેલ, હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચુડાસમા, જિતેષ મારૂ અને કોન્સ્ટેબલ ચેતનસિંહ સોલંકી, દિપક બડવા અને દિપક ચૌહાણનો સમાવેશ થાય છે.